Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

આતંકીઓથી બચાવવાને લઇ જેલોમાં બંધ નેતાઓને ઉંદરના ત્રાસથી બચાવવામાં પ્રશાસન નિષ્ફળ

        કેન્દ્ર સરકારે હજારો રાજનીતિજ્ઞોને  પ ઓગષ્ટથી નજરબંધ કરી રાખ્યા છે જેમના જીવને આતંકીઓથી ખતરો પેદા થઇ શકે છે. જેલમાં ફરી રહેલા   ઉંદરોથી પ્રશાસન એમને બચાવવામાં નિષ્ફળ રહ્યું  ઉંદરો એમને કરડી રહ્યા છે.

         અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા પછી ઘણા નેતાને નજરબંધ કરવામાં આવ્યા છે. પોલીસે નેતાઓને કાશ્મીરમાં ડલ સરોવરના કિનારે આવેલ લેકવ્યુ હોટલમાં નજરબંધ રાખ્યા છે.  આ રીસોર્ટને વીવીઆઇપી જેલમાં બદલવામા આવેલ છે. અહીયાં લગભગ ૩૬ નેતા નજરબંધ છે.

         જેલ અધિક્ષકને ફોન કરવા છતાં જવાબ નથી મળતો આ જેલમાં પૂર્વ આઇએએસ શાહ ફૈજલ પણ નજરબંધ છે.

         નેતા મુખ્તાર બંડ અને પીડીપી નેતા નિજામૂદિન ભટને ઉંદર કરડયા હતા. સુત્રોએ કહ્યું કે અમારે એ જોવું છે કે નિજામુદિન સાહેબનો ઇલાજ થાય છે કે નહી. બંડ પૂર્વ મંત્રી અને ત્રણ વખત પુલાવામા ધારાસભ્યના પુત્ર છે. બંનેએ જુલાઇમાં રાજીનામુ આપ્યું છે.

         એક સંબંધીએ કહ્યું કે તમે એક થ્રી-સ્ટાર હોટલની અંદર ઉંદરની આશા કરી શકો? પત્રકારોને પરિસરમાં પ્રવેશબંધી છે. એક રાજનેતાએ કહ્યું કે તે લોકો હોટલની અંદર પહેલા માળથી પોતાના રૃમ સુધી સીમિત છે. એમને સમાચારપત્ર નથી મળતું એક સાથે ભોજન કરી શકે છે.

         જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફતી પણ એક અલગ હોટલમાં નજરબંધ છે. સાંસદ ફારૃક અબ્દુલ્લા પણ નજરબંધ છે.

(12:00 am IST)