Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

પ્રથમટેસ્ટમાં ઇંગ્લેન્ડની ઇનિંગ 183 રનમાં સમેટાઈ : રમતના અંતે ભારતના વિના વિકેટે 21 રન

ઇંગ્લેન્ડે પ્રથમ ઓવરમાં જ શૂન્ય પર પહેલી વિકેટ ગુમાવી : જસપ્રિત બુમરાહે 4 અને શામીએ 3 વિકેટ ઝડપી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંગહામના ટ્રેન્ટ બ્રીઝ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. પ્રથમ દિવસની રમતના અંતે ભારતીય ટીમે 21 રનનો સ્કોર કર્યો હતો. ભારતે હજુ 162 રનના સ્કોરને પાર કરવાનો છે. જોકે પ્રથમ દિવસ ભારતના પક્ષમાં રહ્યો હતો. રોહિત શર્મા અને કેએલ રાહુલ  બંને પ્રથમ દિવસના અંતે રમતમાં રહ્યા હતા. બંને એ 9-9 રન કરી ભારતનો સ્કોર 21 રન કર્યો હતો.

ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ભારતીય બોલરો સામે ઇંગ્લેન્ડની બેટીંગ ઇનીંગ મોટો સ્કોર ખડકી શકી નહોતી. આમ ઇંગ્લેન્ડ 183 રનમાં સમેટાયુ હતુ. પ્રથમ દિવસની રમતની શરુઆત કરતા જ ઇંગ્લેન્ડે ઓપનર રોરી બર્ન્સ ની વિકેટ પ્રથમ ઓવરમાં જ શૂન્ય પર ગુમાવી હતી.

ઇંગ્લેન્ડની પ્રથમ ઇનીંગ 183 રને સમેટાઇ હતી. જસપ્રિત બુમરાહે 4 અને શામીએ 3 વિકેટ ઝડપી હતી.

 પ્રથમ દિવસે જ ભારતને બેટીંગ ઇનીંગનો મોકો મળ્યો હતો. ભારતીય બોલરોના આક્રમણે ભારતને આ મોકો અપાવ્યો હતો. ભારતે પ્રથમ દિવસના અંતિમ સેશન દરમ્યાન બેટીંગ કરી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલે ભારતીય બેટીંગ ઇનીંગની શરુઆત કરી હતી. રોહિતે 40 બોલ રમીને 9 રન કર્યા હતા. જ્યારે કેએલ રાહુલે 39 બોલમાં 9 રન કર્યા હતા. આમ બંને દિવસના અંતે રમતમાં રહી ભારતો સ્કોર 21 રન પર પહોંચાડ્યો હતો. ભારતે પ્રથમ દિવસે 13 ઓવરની રમત રમી હતી. ગુરુવારે ભારતીય ઓપનીંગ જોડી ભાગીદારી રમત મોટી રમે એવી આશા સેવાઇ રહી છે.

પ્રથમ દિવસે બોલીંગ ઇનીંગ કરવાનો વારો આવતા ઇંગ્લીશ બોલરોએ ભારતીય ઓપનીંગ જોડીને તોડવા માટે અનેક પ્રયાસ કર્યા હતા. પરંતુ તેમાં તેઓ સફળ રહ્યા નહોતા. ભારતીય બેટ્સમેનોએ ઇંગ્લીશ બોલરો સામે શાંત ચિત્તે બેટીંગ કરી હતી. જેના થી ઇંગ્લીશ બોલરો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ઓલી રોબિન્સન અને સેમ કરને પ્રથમ દિવસની રમતમાં બોલીંગ કરી હતી.

(12:14 am IST)