Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મધ્ય પ્રદેશમાં પૂરનો પ્રકોપ : હજારો ગામ ટાપુમાં ફેરવાયા : બચાવ કાર્યમાં સેના મદદે

અનેક નદીઓ ભયજનક સપાટીએ : ચંબલના મોટાભાગના ડેમ ઓવરફ્લો :1250થી વધુ ગામ પૂર પ્રભાવિત : મુખ્યમંત્રી ગ્વાલીયર પહોંચ્યા :

મધ્ય પ્રદેશના ગ્વાલિયર-ચંબલમાં શરૂ થયેલા વરસાદને કારણે શિવપુરી-શ્યોપુર, ગ્વાલિયરના ડબરા-ભિતરવાડમાં પૂર જેવી સ્થિતિ છે. સતત ભારે વરસાદને કારણે સિંધ, પાર્વતી, ચંબલ અને શ્યોપુરની અડધા ડઝનથી વધારે નદીમાં પાણીનું સ્તર ખતરાની પાર વહી રહ્યુ છે. અંચલના લગભગ તમામ બાંધ ઓવરફ્લો થઇ ગયા છે.

જેને કારણે અનેક ગામ ટાપુ બની ગયા છે અને હજારો લોકો પૂરમાં ફસાયેલા છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ હવાઇ નીરિક્ષણ કર્યુ હતુ અને પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.

મુરૈના જિલ્લામાં ચંબલના કિનારે કેટલાક ગામના રસ્તા બંધ થઇ ગયા છે. તંત્ર લોકો સુધી પહોચી શક્યુ નથી. ચંબલ અને ક્વારી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. મોડી રાત સુધી નદીનું જળસ્તર સતત વધતુ ગયુ હતું. તંત્રએ નદી કિનારે રહેલા કેટલાક ગામને ખાલી કરાવ્યા હતા.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બુધવાર બપોરે ગ્વાલિયર પહોચ્યા હતા. અહી આઇજી, કલેક્ટર, એસપી અને ભાજપના નેતાઓએ તેમની આગેવાની કરી હતી. તંત્ર, પોલીસ અને વાયુસેનાના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ પૂરની સ્થિતિનું અપડેટ લીધુ હતું. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે ગ્વાલિયર ચંબલ અંચલના આશરે 1250 ગામ પૂર પ્રભાવિત છે. જેમાંથી 250 ગામમાં રેસક્યૂ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જ્યારે 1900 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

(6:43 pm IST)