Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

બિહારમાં જમીન વિવાદને લઇને ફરી એક વખત ખુની જંગ ખેલાયોઃ છબીલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લોદીપુર ગામમાં બે પાટીદાર (ગોતિયા) વચ્ચે ફાયરિંગ થયુઃ ફાયરીંગમાં પાંચ મોતના અને બે ઘાયલ થયા

પોલીસની ટીમ આરોપીઓની ધરપકડ માટે રેડ કરી રહી છેઃ ઘટના બાદ છબીલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લોદીપુર ગામમાં ડરનો માહોલ

નાલંદા: બિહારમાં જમીન વિવાદને લઇને ફરી એક વખત ખુની જંગ ખેલાયો છે. રાજગીર સબડિવિઝન વિસ્તારના છબીલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમીન વિવાદમાં ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. જેમાં કુલ 5 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકો ઘાયલ થવાના સમાચાર છે.

છબીલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લોદીપુર ગામમાં બે પાટીદાર (ગોતિયા) વચ્ચે ફાયરિંગ થયુ હતુ જેમાં પાંચ લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ દૂર્ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેસની તપાસમાં જોડાઇ ગઇ છે.

કહેવામાં આવી રહ્યુ છે કે પોલીસની ટીમ આરોપીઓની ધરપકડ માટે રેડ કરી રહી છે. આ ઘટના બાદ છબીલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લોદીપુર ગામમાં ડરનો માહોલ છે. મહત્વપૂર્ણ છે કે બિહારમાં જમીન વિવાદને લઇને હત્યાની ઘટના વધતી જઇ રહી છે. તાજેતરમાં સીએમ નીતિશ કુમારે પણ કાયદો વ્યવસ્થાની એક સમીક્ષા બેઠક દરમિયાન જમીન વિવાદને લઇને થઇ રહેલી હત્યાની ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી.

મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં ગુનાહિત ઘટનાઓમાં મોટી સંખ્યામાં જમીન વિવાદનો રહે છે. જોકે, નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે બિહારમાં જમીન વિવાદને ઓછો કરવા માટે કેટલાક નિર્ણય લીધા છે. આજે પણ પોલીસ સ્ટેશન અથવા કોર્ટમાં સૌથી વધુ કેસ જમીન વિવાદ સાથે જોડાયેલા હોય છે. બિહાર સરકાર માટે પણ જમીન વિવાદને નિયંત્રિત અથવા સમાપ્ત કરવો એક મોટો પડકાર છે.
 

(5:14 pm IST)