Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

પહેલવાન રવિ દહિયા ફાઇનલમાં: દીપક પુનિયાનો પરાજય

જવેલિન થ્રો (ભાલા ફેંક)માં નીરજ ચોપડા ફાઈનલ માટે કવાલીફાઈ

નવીદિલ્હીઃ તા.૪,  પહેલવાન રવિ દહીયાનો દબદબાભેર ફાઇનલમાં પ્રવેશ થયો છે. આમ ભારતને ગોલ્ડ કે સિલ્વર મેડલ પાકકો થઇ ગયો છે.

રેસ્લર રવિ દહિયાએ ઇતિહાસ રચ્યો છે.કઝાકિસ્તાનના રેસ્લરને સેમી ફાઇનલમાં જોરદાર ટકકર આપી  ફાઈનલમાં પહોંચી ગયો છે. 

જયારે રેસ્લર દિપક પુનિયા પુરૂષોની ફ્રી સ્ટાઇલ ૮૬ કિગ્રા વર્ગમાં સેમી ફાઇનલમાં હાર્યો છે તે અમેરીકાના ટેલર ડેવિડ મોરીસ સામે ૦-૧૦થી હાર્યો છે.

જયારે જવેલીન થ્રો (ભાલાફેંક)માં નિરજ ચોપડા ફાઇનલ માટે કવોલીફાઇડ થયો છે.

 નીરજ પૂલ એમાં હતો. તેણે પોતાના પહેલા જ પ્રયાસમાં ૮૬.૬૫ મીટરનો થ્રો ફેક્યો. એ સાથે જ તેણે ભારત માટે મેડલની આશાઓ જગાવી છે. ચોપડાની ઓલિમ્પિકની તૈયારીઓ ઈજા અને કોરોનાના લીધે પ્રભાવિત થઈ હતી, પરંતુ તેણે તેમના પ્રશંસકોને નિરાશ ન કર્યા અને ઓલિમ્પિકના પહેલા જ થ્રોમાં ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજા ભારતીય થ્રોઅર શિવપાલ સિંહ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમણે ત્રીજા પ્રયાસમાં ૭૪.૮૧ મીટરનો થ્રો કર્યો. એ પહેલા તેણે બીજા પ્રયાસમાં ૭૪.૮૦ મીટર અને પહેલા પ્રયાસમાં ૭૬.૮૦ મીટરનો થ્રો કર્યો હતો. આમ, નીરજ ચોપડા જેવલીન થ્રોમાં ફાઈનલ માટે કવાલીફાય થઈ ગયો છે.

(4:03 pm IST)