Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

જીએસટી વાર્ષિક રિટર્નનું ફોર્મ જ અટપટું રાખતાં માથાકૂટ યથાવત

વેપારી પોતે રિટર્ન ભરી શકે તેવી નવી જોગવાઇ બિનઉપયોગી બની : પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારા વેપારીઓને રાહત આપતો નિર્ણય

નવી દિલ્હી,તા. ૪ : પાંચ કરાંડથી ઓછું ટર્નઓવર ધરાવનાર વેપારીઓ વાર્ષિક રિટર્ન ભરતી વખતે સીએની સહી જરૂરી નહીં હોવાનો નિર્ણય કર્યા બાદ હવે પાંચ કરોડથી વધુ ટર્નઓવર હશે તો પણ જાતે જ સહી કરીને રિટર્ન ભરી શકશે. તેના કારણે સીએને જવાબદારીમાંથી મુકિત આપતી જોગવાઈ તો કરી છે, પરંતુ આ માટે રિટર્ન માટેનું ફોર્મ સરળ બનાવવાના બદલે અટપટું જ રાખ્યું હોવાના કારણે તેપારીઓને તેનો આર્થિક ફાયદો વધુ થાય તેવી શકયતા હાલ તો દેખાતી નથી.

કેન્દ્ર સરકારે પાંચ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર વેપારીઓને વાર્ષિક રિટર્ન ભરતી વખતે સીએ સર્ટિફિકેટમાંથી મુકિત આપતું જાહેરનામું બહાર પાડી દીધું છે, જેથી વેપારી વાર્ષિક રિટર્નનું ફાર્મ સેલ્ફ એટેસ્ટેટ કરીને ભરપાઇ કરી શકશે. આ જોગવાઇ કર્યા બાદ વેપારીઓને સીધો ફાયદો થવાની શકયતા ઓછી એટલા માટે છે કે વાર્ષિક રિટર્નમાં જે વિગતો માંગવામાં આવી છે તે ભરપાઇ કરવા માટે વેપારીઓએ ભારે માથાકૂટ કરવી પડે તેમ છે. તેના બદલે ફોર્મ જ સરળ બનાવ્યું હોય તો વેપારી સરળતાથી ભરી શકે તેમ છે. (૨૨.૭)

રિટર્ન ભરવામાં ભૂલ કરી તો ૫૦ હજારનો દંડ

વાર્ષિક રિટર્ન ભરતી વખતે સીએ સર્ટિફ્કિેટની જોગવાઇ હટાવી દેવામાં આવી છે. તેના કારણે હવે વેપારીની સીધી જવાબદારી બનશે, કારણ કે પહેલા સીએની સહી લેવામાં આવતી હોવાથી રિટર્નમાં ભૂલ હોય તો સીએ સામે પણ કાર્યવાહી થતી હતી. તેના બદલે હવે વેપારી જ ભેરવાઇ તેવી શકયતા રહેલી છે વેપારીને ફાયદો થવાના બદલે નુકસાન થવાની પણ શકયતા વધુ રહેલી છે.

- મિહિર મોદી, સીએ

(10:26 am IST)