Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

દુર્લભ બીમારીના ઈલાજ માટે 16 કરોડનું ઇન્જેકશન આપ્યું છતાં જિંદગીનો જંગ હારી માસૂમ વેદીકા શિંદે

સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એક આનુવંશીક રોગ: .જહોન અબ્રાહમ અને રસિકા જેવા અનેક અભિનેતા અભિનેત્રીઓએ મળીને તેને બચાવવા માટે ફંડ ઉઘરાવવામાં મદદ કરી હતી

મુંબઈ : એક નાનકડી બાળકી જેનું નામ હતું વેદીકા શિંદે. જે પૂણેની રહેવાસી હતી. તેની ઉંમર માત્ર 11 મહિના હતી. આ બાળકીને એક દુર્લભ બીમારી થઈ હતી. બીમારીનું નામ હતું સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી છે  ગુજરાતમાં ધૈર્યયાજ જેવા બાળકોને જે બીમારી થઈ હતી એ આ જ બીમારી છે .
સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એક આનુવંશીક રોગ છે જે શરીરના ચેતાતંત્ર પર અસર કરે છે. સ્પાઇન એટલે કે કરોડરજ્જુ અને એટ્રોફી એટલે કે ખવાણ. જ્યારે સ્નાયુઓનું ખવાણ થવા લાગે અથવા તે નાના કે સાંકડા થવા લાગે ત્યારે તેને સ્પાઇનલ એટ્રોફી કહેવાય. આ રોગમાં સ્નાયુઓની નબળાઈ જોવા મળે છે. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એટલે કે જેમઆ કરોડરજ્જુના સ્નાયુઓનું ઇનવોલ્વમેન્ટ જોવા મળે છે તે. આમાં ક્રોડરજ્જુની આસપાસના સ્નાયુઓમાં નબળાઈ જોવા મળે છે જેના કારણે કોઈ વસ્તુ ઊંચકવામાં અને હાથ પગના સ્નાયુઓમાં ખામી જોવા મળી શકે છે. આ ઉપરાંત શ્વસન જેવિ પ્રવૃત્તિઓમાં પણ ખલેલ પહોંચી શકે છે.

આ રોગથી પીડાતા બાળક ધીમે ધીમે નબળા પડવા માંડે છે કારણ કે તે સ્નાયુઓની હલનચલન પર પોતાનો નિયંત્રણ ગુમાવે છે. તે એક આનુવંશિક રોગ છે માટે તેની સારવાર પણ લગભગ અશક્ય છે. તેમ છતાં ઘણા બધા કેસમાં Zolgensma નામનું ઇન્જેકશન આપવાથી રાહત મેળવી શકાતી હોય છે. આ વિશ્વનું સૌથી મોંઘુ ઈન્જેક્શન છે. આ ઇન્જેકશન Zolgensma વેદિકાને પણ આપવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે તેને બચાવી શકાઈ નહીં.

વેદિકાને બચાવવા માટે લાખો લોકો સાથે મળ્યા હતાં.જહોન અબ્રાહમ અને રસિકા જેવા અનેક અભિનેતા અભિનેત્રીઓએ મળીને તેને બચાવવા માટે ફંડ ઉઘરાવવામાં મદદ કરી હતી. પણ કમનસીબે 16 કરોડ રૂપિયાનું ઇન્જેકશન અને લખો લોકોનીબ દુઆ પણ વેદીકાનો જીવ બચાવી શક્યા નહોતા.

(12:00 am IST)