Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ચીને લદ્દાખથી 500 કિમી અંતરે પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ગોઠવી દીધી : સેટેલાઇટ તસ્વીરમાં ખુલાસો

DF-26 મિસાઇલની આશરે 4000 કિમી સુધીની પ્રહારક ક્ષમતા :ભારતના મોટાભાગના શહેરો તેની રેન્જમાં

નવી દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે તણાવ વચ્ચે ચીનની ખોરી દાનત છતી થઇ છે, ચીને ભારતીય સરહદથી થોડા અંતરે પોતાની પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો તૈનાત કરી દીધી છે  સેટેલાઇટથી પ્રાપ્ત તસ્વીરોથી જાણવા મળ્યું છે કે ચીને શિનજિયાંગ પ્રાંતના કોર્લા સૈન્ય બેઝ પર આ મિસાઇલો ગોઠવી છે. આ ક્ષેત્ર ભારતના લદ્દાકથી માત્ર 500 કિમીની અંતરે છે. DF-26 મિસાઇલની પ્રહારક ક્ષમતા આશરે 4000 કિમી સુધીની છે. તેની રેન્જમાં ભારતના મોટાભાગના શહેરો આવી જાય છે.

ઓપન ઇન્ટેલિજન્સ સોર્સ ડેટ્રોસ્ફાએ જારી કરેલી તસવીરો આ મહિનાના જીનમાં જ લેવાઇ છે. ફેડરેશન ઓફ અમેરિકી સાયન્ટિસ્ટના તાજેતરના રિપોર્ટ મુજબ કોર્લા બેઝ પર પ્રથમ મિસાઇલ એપ્રિલ 2019માં બીજી ઓગસ્ટ 2019માં તહેનાત કરાઇ હતી. ચીની મીડિયાના રિપોર્ટ મુજબ DF-26 મિસાઇલોથી સજ્જ ચીની સૈન્યની 646મી બ્રિગેડને પહેલી વખત એપ્રિલ 2018માં આ મિસાઇલ તહેનાત કરવાની જાહેરાત કરાઇ હતી.

નોંધનીય છે કે ભારતની તુલનાએ ચીનની પરમાણુ શસ્ત્રોની સંખ્યા બહુ વધારે છે. ટુંકમાં જ ફ્રાન્સને પાછળ છોડી વિશ્વનો સૌથી વધુ પરમાણુ શસ્ત્રો ધરાવનાર દેશ બની છે.રિપોર્ટ મુજબ છેલ્લા 15 વર્ષોમાં ચીની પરમાણુ શસ્ત્રોની સંખ્યા બમણી થઇ ગઇ છે. સિપ્રીના રિપોર્ટ મુજબ ભારત પાસે 150 અને ચીન પાસે 320 પરમાણુ શસ્ત્રો છે. તેણે ગત વર્ષમાં જ 30 પરમાણું શસ્ત્રો વિકસાવ્યા છે. જ્યારે ભારતે 10 પરમાણુ બોમ્બ વસાવ્યા.

(9:31 pm IST)