Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

HDFC બેન્કમાં ૨૬ વર્ષ બાદ ટોચના મેનેજમેન્‍ટમાં પરિવર્તન થશેઃ ભારતીય રિઝર્વ બેન્કે શશીધર જગદીશનને HDFC બેન્કના નવા મેનેજીંગ ડાયરેક્ટર અને સીઇઓ નિયુક્ત કરવા પરવાનગી આપી

નવી દિલ્હી: એચડીએફસી બેંકમાં 26 વર્ષ બાદ ટોચના મેનેજમેન્ટમાં પરિવર્તન થવાનું છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ સશીધર જગદીશનએ એચડીએફ બેંકના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ નિયુક્ત કરવાની પરવાનગી આપી દીધા છે. શશીધર જગદીશને ત્રણ વર્ષ માટે બેંકના નવા સીઇઓ નિયુક્ત કરવામાં આવશે. જગદીશન આદિત્ય પુરીનું સ્થાન લેશે, જે સંભવત: કોઇ પ્રાઇવેટ બેંકમાં સૌથી લાંબા સમય સુધી એમડી અને સીઇઓ રહ્યા છે.

શશીધર જગદીશનના 3 વર્ષના કાર્યકાળ બેંકિંગ રેગૂલેશન એક્ટ 1949 હેઠળ નવું પદ સંભાળવાની તારીખથી શરૂ થશે, તે 27 ઓક્ટોબર 2020ના રોજ પદભાર ગ્રહણ કરશે. એચડીએફસી બેંકએ શેર બજારમાં જણાવ્યું કે બેંક ઓફ ડાયરેક્ટર્સની બેઠક આયોજિત કરવામાં આવશે, જેમાં શશીધર જગદીશનને બેંકના નવા એમડી અને સીઇઓ નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે. તે આદિત્યપુરીનું સ્થાન લેશે, જે 26 ઓક્ટોબર 2020ના રોજ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર પદેથી નિવૃત થઇ રહ્યા છે.

શશીધર જગદીશન હાલમાં બેંકના ફાઇનાન્સ, એચઆરડી, લીગલ અને સેક્રેટેરિયલ, એડમિનિસ્ટ્રેશન, ઇંફ્રાસ્ટ્રક્ચર, કોરોર્પોરેટ કોમ્યૂનિકેશન્સ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને સ્ટ્રેટેજિક ચેંજ એજન્ટના ગ્રુપ હેડ છે. તેમને બેંકિંગ ઉદ્યોગમાં કાર્ય કરવાનો 30 વર્ષનો અનુભવ છે.

શશીધર જગદીશને 1996માં ફાઇનાન્સ ફંક્શનમાં મેનેજર તરીકે બેંકને જોઇન કરી હતી. 1999 માં તે બિઝનેસ હેડ-ફાઇનાન્સ બન્યા અને 2008માં ચીફ ફાઇનાન્સશિયલ ઓફિસર નિયુક્ત કરવામાં આવ્યા. બેંકના વિકાસમાં તેમણે પ્રમુખ ભૂમિકા ભજવી છે.

(4:54 pm IST)