Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

લખનૌમાં અત્યાર સુધીમાં ૨૨૯૦ દર્દીઓ સારવાર અધુરી મૂકીને ભાગી ગયા

કોરોના સંક્રમીતોની સંતાકૂકડી : ભાગી ગયેલા હરતા ફરતા બોમ્બ સમાન દર્દીઓને શોધવા માટે ખાસ કામે લગાડાયેલી પોલીસની સર્વેલન્સ ટીમઃ દર્દીઓની તપાસ સમયે આપવામાં આવેલા ફોર્મમાં નામ,નંબર, સરનામું, ઉંમર, વગેરે માહિતી જ ખોટી નીકળી

લખનૌ,તા.૪ : લખનૌમાં ગલીએ-ગલીએ, શેરીએ - શેરીએ  કોરોનાના દર્દીઓ આંટા મારે છે. કોણ? કયારે? કોને? કોરોના સંક્ર્મણ કરી શકે તેની કોઈને ખબર નથી હકીકતમાં રાજધાનીમાં  છેલ્લા ૧૦ દિવસમાં ૨૨૯૦ કોરોના સંક્રમિત દર્દીઓ ઉપચાર દરમ્યાન જ ગાયબ થઇ ગયેલ છે જેની કોઈ ભાળ મળી શકિત નથી. આ દર્દીઓની તાપસ કરવા માટે તેને પકડવા માટે પોલિસ અને પ્રસાશનને ખુબ મુશ્કેલી થઇ રહી છે. ૨૩ થી ૩૧ જુલાઈ વચ્ચે આ દર્દીઓ તપાસ હાથ ધરાઈ હતી આ કોઈ જ દર્દીઓનો અતોપતો લાગતો નથી. પ્રસાશનના કહ્યા અનુસાર જે દર્દીઓ ભાગી છૂટ્યા છે તેમને પોતાના નામ સરનામાં પણ ખોટા લખાવ્યા છે જેથી તેને આપેલા નામ સરનામે શોધવું જઈએ ત્યારે ત્યાં કોઈ દર્દી હોતું જ નથી. પોલીસની સર્વેલન્સ ટીમને આ દર્દીની ભાળ મેળવવાનું કામ સોંપવામાં આવ્યું છે.

આ ટીમે અત્યાર સુધીમાં ૧૧૭૧ દર્દીઓને પકડી પાડ્યા છે જો કે હજુ ૧૧૧૯ દર્દીઓ હજુ ગાયબ જ છે. મળેલા દર્દીઓને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા છે. આ વખતે ખોટી માહિતી આપવાના આરોપસર કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ કમિશ્નર સુજીત પાંડેએ કહ્યું કે કોરોનાં સંક્રમણની ચેન તોડવા માટે હજારો લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતુંકેટલીય જગ્યાએ ટેસ્ટિંગ કેમ્પ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં લોકોએ લોકે તેમના ફોર્મમાં ખોટા નામ સરનામાં આપી દીધા હતા. જેના લીધે આ દર્દીઓને ટ્રેસ કરવા મુશ્કેલ બન્યા હતા.

આ સમગ્ર ઘટનામાં આમ આદમી પાર્ટીના સાંસદ અને યુ.પી.ના પરભારું સંજય સિંહે ટ્વીટ કરતા જણવ્યું કે આ બધું યોગી સરકારમાં શું ચાલી રહ્યું છે? જિલ્લાના કોરોના સંક્રમિત લોકો આમ ખોવાયેલ છે તેવા સમાચાર આવે છે હવે રાજધાની લખનૌ માં પણ ૨૨૯૦ દર્દીઓની કયાંય ભાળ મળતી નથી. તેવામાં રાષ્ટ્રીય મીડિયા કેમ આ બાબતે ચૂપ છે?

લોકોના ભાગી જવા પાછળનું કારણ શું?

કોરોના સંક્રમિત લોકોની ભાગી જવાની ઘટના સામે આવતા સોશિયલ મીડિયામાં ભરી ચિંતા જાહેર કરવાંમાં આવી છે તો સાથે એ પણ કહેવામાં આવી રાહ્યુ છ.ે કોરોનના દર્દીઓ ભાગે છે શું કામ તે અંગે સોશિયલ મીડિયામાં આ ચર્ચાનું ચકડોળ ભરી ગતિએ ચાલી રહ્યું છે તેવામાં ટ્વીટર યુઝર શ્યામજી શુકલએ જણાવ્યું કે સરકારી હોસ્પિટલો અને કોવેરેન્ટાઇન સેન્ટરમાં બેઝિક સુવિધા જ નથી જેમાં ભોજન થી લઈને પાણી વ્યવસ્થા, સાફ સફાઈ થતી નહોવાથી મારવાનું હોય તો આમ પણ મારી જ જવાના છીએ એમ વિચારીને દર્દીઓ ત્યાંથી ભાગી જાય છે. જો આ સ્થિતિ રાજધાનીની હોય તો વિચારો કે નાના ગામની હોસ્પિટલોની સ્થિતિ શું હશે? એક બીજા ટ્વીટર યુઝર એડવોકેટ અરુણ દીક્ષિતે જણાવ્યુ કે લોકો ત્યાંથી એ માટે ભાગે છે કે સરકાર તે લોકોને બળજબરીથી કહેવાતા કવોરેન્ટાઈન સેન્ટરોમાં પુરી રાખે છે. આ સેન્ટરોમાં સુવિધાના અભાવે લોકોને એવું લાગે છે કે આ કરતા અમારા ઘરે જ અમે અમારી સારી રીતે સંભાળ કરી શકીએ તેમ છીએ મારા એક મિત્રએ જણાવ્યું કે આવા સેન્ટરમાં રહીને વધુ તબિયત બગડે તેવું છે.

૨૭ લાખનો દંડ

લખનૌમાં કોરોનાના પગલે ૧૮૯ લોકોએ કોવિડ-૧૯ ગાઇડલાઇનના ઉલ્લંઘનને લઈને દંડ કરવામાં આવ્યોમ દંડ સ્વરૂપે ૭૦ હજાર રૂપિયાય લેવામાં આવ્યા. જિલ્લાઅધિકારી અભિષેક પ્રકાશે જણાવ્યું કે રાજધાનીમાં અત્યાર સુધીમાં COVID પ્રોટોકોલ તોડવાના આરોપસર ૭૧૭૯ લોકો પાસેથી ૨૭,૧૩,૬૬૭ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.

(4:11 pm IST)