Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રામ મંદિર ભૂમિ પૂજનમાં હાજર રહેનાર તમામ મહેમાનોને પ્રસાદમાં અપાશે ચાંદીના સિકકા

કાલે સવારે ૮ વાગ્યાથી પૂજન પ્રારંભ : વડાપ્રધાનશ્રીના હસ્તે પ્રથમ શિલા મુકાશે : સઘન સુરક્ષા વ્યવસ્થા

અયોધ્યા તા. ૪ : રામ જન્મ ભૂમિ પર કાલે ભુમિ પૂજનનો મંગલ અવસર છે. જેમાં ઉપસ્થિત રહેનાર તમામ મહેમાનોને પ્રસાદ સ્વરૂપે ચાંદીના સિકકા અપાશે. આ સિકકાની એક તરફ રામદરબાર અને બીજી તરફ ટ્રસ્ટનું પ્રતિક છાપવામાં આવ્યુ છે.

રામ મંદિર નિર્માણ માટે કાલે પ ઓગષ્ટના થનાર આ ભુમિ પૂજન પહેલા ત્રણ દિવસથી ધાર્મિક અનુષ્ઠાનો ચાલી રહ્યા છે. પહેલા દિવસે ગૌરી ગણેશની પુજા, આજે મંગળવારે રામ અર્ચના પૂજા કરવામાં આવી હતી. કાશી અને અયોધ્યાના ૯ વૈદિક આચાર્યો દ્વારા રામાચાર્ય પૂજા કરાવવામાં આવી રહી છે. હનુમાનગઢીમાં  પણ આજે પૂજા શરૂ કરાઇ હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કાલે પ્રથમ આધારશીલા સ્થાપિત કરાશે. સવારે ૮ વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થઇ જશે. સુરક્ષા વ્યવસ્થામાં એસ.પી.જી., એટીએસ, સીઆરપીએફ અને આરએએફના જવાનો કામે લગાડવામાં આવ્યા છે.

(4:09 pm IST)