Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

જીમ અને યોગ : નવી ગાઇડલાઇન

જીમ અને યોગ સંસ્થાઓ આવતીકાલે ૫ ઓગસ્ટથી દેશભરમાં ખુલશે. કુટુંબ કલ્યાણ મંત્રાલયે ગાઇડલાઇન જારી કરી છે.

.   કન્ટેન્ટ ઝોનમાં આવતા યોગ સંસ્થાઓ અને જીમ બંધ રહેશે અને સામાન્ય લોકો અહીં આવી શકશે નહીં.

.   જે જિમ અને યોગ સંસ્થાઓ કન્ટેન્મેન્ટ ઝોનમાં નથી, ફકત તેને ખોલવાની મંજૂરી છે.

.   ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો, સગર્ભા  સ્ત્રીઓ અને ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જિમનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

.   તમામ વ્યકિતને ફિઝીકલ ડિસ્ટન્સિંગની કાળજી લેવી પડશે અને ઓછામાં ઓછા ૬ ફૂટનું અંતર રાખવું પડશે.

.   પરિસરમાં હોય તે દરમિયાન, ફેસ માસ્કનો ઉપયોગ કરવો જરૂરી રહેશે.

.   જો કે યોગા અને જીમમાં કસરત દરમિયાન એવું કરવું જરૂરી રહેશે નહીં.

.   વચ્ચે-વચ્ચે સાબુથી ઓછામાં ઓછા ૪૦-૬૦ સેકંડ સુધી હાથ ધોવાની ટેવ રાખવી. આલ્કોહોલ યુકત સેનિટાઇઝરનો ઉપયોગ કરો.

.   પરિસરમાં થૂંકવા પર સખત પ્રતિબંધ

.   આરોગ્ય સેતુ એપ બધાના ફોનમાં હોવી જરૂરી.

.   કોઈ પણ પ્રકારની બીમારી અથવા તેના લક્ષણો દેખાય છે, તો તરત જ નજીકના હેલ્થ સેન્ટરને જાણ કરો.

.   પરિસરમાં આવવા અને બહાર નીકળવા માટે અલગ-અલગ રસ્તાઓનો ઉપયોગ કરો.

.   કયૂ મેનેજમેન્ટ સિસ્ટમનો પણ ઉપયોગ કરો.

.   નાણા ચુવકણી માટે 'કોન્ટેકટલેસ સિસ્ટમ્સ'નો ઉપયોગ કરો.

.   એસી - વેન્ટિલેશનના ઉપયોગ માટે CPWD ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે.

.   તમામ એસીનું તાપમાન ૨૪-૩૦ ડિગ્રીની વચ્ચે હોવું જોઈએ.

.   હ્યુમીડિટીનું સ્તર ૪૦-૭૦% જેટલું હોવું જોઈએ.

.   તાજી હવા માટે મહત્તમ જગ્યા અને વેન્ટિલેશન માટે પૂરતી જગ્યા હોવી જોઈએ.

.   જીમના ફલોર પર કામ કરતા કર્મચારીઓની સંખ્યા ઓછી કરો.

.   લોકરનો ઉપયોગ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને કરી શકાય છે.

.   ડસ્ટબીન અને ટ્રેસ કેન દરેક સમયે સંપૂર્ણપણે રીતે ઢાકેલા હોવા જોઈએ.

.   પરિસરને સતત ડિસ્ઇન્ફેકટ કરવામાં આવે.

.   પ્રવેશ દ્વાર, બિલ્ડિંગ, રૂમ, બધા વિસ્તાર જયાં કર્મચારીઓ અને લોકો કર્મચારીઓ અને લોકો, વોશરૂમ, શૌચાલયો અને અન્ય વસ્તુઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા તમામ ક્ષેત્રોને સતત જીવાણુનાશિત થવું જોઈએ.

.   યોગ માટે આયુષ મંત્રાલયની ગાઇડલાઇન જોઈ શકાય છે.

.   ફિટનેસ રૂમ અને વર્ગોના સત્ર દરમિયાન ૧૫-૩૦ મિનિટનું અંતર હોવું જોઈએ જેથી લોકો એકઠા ન થાય.

.   જો શકય હોય તો ફિટ્નેસ કલાસ ઓનલાઇન જ આપો.

.   રૂમના આકારના આધારે લોકોને કલાસમાં સામેલ થવાની સંખ્યાની યોજના બનાવવામાં આવે.

.   યોગ ઇન્સ્ટિટ્યૂટ - જીમમાં પર્સનલ ટ્રેનિંગ માટે પણ નિયમોનું સખતપણે પાલન કરવું જોઈએ.

.   પર્સનલ ટ્રેનર્સ ૬ ફૂટનું અંતર અનુસરે.

.   એ પ્રકારની એકસરસાઇઝ કરાવવી જોઈએ જેમાં ટ્રેનર અને અભ્યાસાર્થી કોઈ ફિઝિકલી રીતે સંપર્કમાં ન આવે.

.        દરેક સેશનમાં કલાયન્ટની સંખ્યા નિર્ધારિત કરો અને બધા કલાઇન્ટ વચ્ચે પૂરતા અંતરની સંભાળ રાખો.

(2:52 pm IST)