Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ દક્ષિણ ભારતમાં વિવાદમાં સપડાઈ : તામિલનાડુએ કર્યો ઉગ્ર વિરોધ

ભાષાની ફેર્મ્યૂલાનો અમલ નહીં : અમારી બે ભાષાની નીતિનો જ અમલ કરશું : તામિલનાડુએ બાયો ચડાવી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારની લાગુ કરેલી નવી શિક્ષણ નીતિ વિવાદોમાં આવી છે અગાઉ વિપક્ષે શિક્ષણના ખાનગીકરણનો આરોપ લગાવ્યો હતો હવે દક્ષિણ ભારતમાં પણ આ નીતિમાં ભાષા અંગે જે ઉલ્લેખ કરાયો છે તેનો વિરોધ થવા લાગ્યો છે. તમિલનાડુએ તેની શરૂઆત કરી છે અને કહ્યું છે કે અમે નવી શિક્ષણ નીતિમાં જે ત્રણ ભાષાની ફેર્મ્યૂલા છે તેનો અમલ નહીં કરીએ અને અમારી જે બે ભાષાની નીતિ છે તેનો જ અમલ જારી રાખીશું.

તમિલનાડુની સત્તાધારી પાર્ટી એઆઇએડીએમકેએ જણાવ્યું હતું કે અમે કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ શિક્ષણ નીતિમાં જે ત્રણ ભાષાની ફોર્મ્યૂલા છે તેમાં સુધારો કરે કેમ કે આ ફોર્મ્યૂલા ઘણી જ દુ:ખ આપનારી છે માટે વડા પ્રધાન  મોદીએ આ નીતિમાં સુધારો કરવા અંગે વિચારવું જોઇએ તેમ તમિલનાડુના મુખ્ય પ્રધાન પલાનીસ્વામીએ જણાવ્યું હતું.'

તેમણે કહ્યું હતું કે અમે અમારી બે ભાષાની જે નીતિ છે તેનો જ અમલ કરીશું કેન્દ્રની ત્રણ ભાષાની નીતિનો અમલ નહીં કરીએ. મુખ્ય પ્રધાને પોતાની દલિલમાં કહ્યું હતું કે અમારૂ રાજ્ય ઘણા વર્ષોથી બે ભાષાની નીતિ પર ચાલી રહ્યું છે અને તેમાં કોઇ જ ફેરફાર નહીં કરવામાં આવે. આવી સિૃથતિમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના લોકોની ત્રણ ભાષાની વિનંતી પર વિચારવું જોઇએ અને રાજ્યોને પોતાની નીતિ અનુસાર નિર્ણય લેવાની છુટ આપવી જોઇએ. નવી શિક્ષણ નીતિમાં ત્રિભાષા ફોર્મ્યૂલા લાગુ છતા દક્ષિણ ભારતના અન્ય રાજ્યોમાં પણ વિરોધ વધી શકે છે.

(1:43 pm IST)