Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

બપોરે ૧- ૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અયોધ્યામાં દિવાળીનો માહોલ, કાલે સુવર્ણ અવસર, ભવ્યાતિભવ્ય રામ મંદિર ભૂમિ પૂજન નું કાઉન્ટડાઉન શરૂ: દેશભરમાં આજે અને કાલે ઘરે-ઘરે દીપ પ્રગટાવવા અને રામચરિત માનસના પાઠ કરવા યોગી આદિત્યનાથનું આહવાન: મુંબઈમાં ૧૦ કલાકમાં ૧૦ ઇંચ દે ધનાધન વરસાદ, મોટા ભાગના વિસ્તારમાં કેડ સુધીના પાણી, કાંદીવલી મલાડ માં ભેખડ તૂટી પડતાં road block, હાઈટાઈડની ચેતવણી: સૌરાષ્ટ્રના સાગરકાંઠે આભ ફાટ્યું, સુત્રાપાડા ૮ ઇંચ, વેરાવળ અને માંગરોળ ૪ ઇંચ વરસાદ: સાગરકાંઠે વાદળાઓની પ્રચંડ જમાવટ: બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું, મધ્ય ભારત ગુજરાત અને પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસું બેફામ વેગ પકડશે: ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના સગા ભાઇ પ્રકાશ પાટીલને કોરોના: 10મી થી ત્રણ દિવસ ટ્રક અને ટ્રાન્સપોર્ટ હડતાલ: શ્રીનગરમાં આજથી બે દિવસ કર્ફ્યું

(1:10 pm IST)