Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજકોટમાં કાળમુખો કોરોના બેફામ : નવા ૩૫ કેસ

કુલ આંક ૧૪૧૩: ગઈકાલે ૪૨૨ સેમ્પલ લેવાયા : આજ સુધીમાં કુલ ૬૨૩ દર્દીઓ સાજા થયા : રીકવરી રેટ ૪૫.૨૧ ટકા

રાજકોટ,તા.૪: શહેરમાં  છેલ્લા ત્રણ ચાર દિવસથી કોરોના કેસનો રાફડો ફાટયો છે. છેલ્લા બે દિવસમાં ૧૦૦ કેસ આવતા શહેરનો કુલ આંક ૧૪૦૦ને પાર થયો છે.આજ બપોર સુધીમાં વધુ ૩૫  રિપોર્ટ પોઝિટિવ આવતા  કુલ કેસ ૧૪૧૩ થયો છે. આજદિન સુધીમાં કુલ ૬૨૩  દર્દીઓ સજા થયા છે. શહેરનો કુલ રિકવરી રેટ ૪૫.૨૧ ટકા છે.

આ અંગે મ્યુ.કર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા.૪ઓગ્સ્ટનાં બપોરે ૧૨વાગ્યા સુધીમાં કુલ ૩૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.શહેરનો કુલ આંક ૧૪૧૩ થયો છે.

ગઇકાલે કુલ ૪૨૨ સેમ્પલ પૈકી ૭૦ રિપોર્ટ પોઝિટિવ આવતા પોઝિીટિવ રેટ ૧૬.૫૮  ટકા થયો છે.ગઇકાલે ૧૮ દર્દીઓ સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

શહેરમાં આજ દિન સુધીમાં કુલ ૧૧,૫૪૪ સેમ્પલ લેવાયા છે.

જેમાં ૧૪૧૩ પોઝિટિવ કેસ સાથે પોઝિટિવ રેટ ૧૨.૨૪ ટકા થયો છે. આજ સુધીમાં કુલ ૬૨૩ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૪૫.૨૧થયો છે.

(3:08 pm IST)