Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કોરોનાની સચોટ દવા કયારેય સંભવ નથીઃ પરિસ્થિતી સામાન્ય થવામાં લાગશે લાંબો સમય

જીનીવા,તા. ૪: વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) એ ગઇ કાલે ચેતવણી આપી છે કે, કોવિડ-૧૯ની સચોટ દવા કયારેય શકય નથી. તેણે કહ્યું કે પરિસ્થિતી સામાન્ય બનવામાં બહુ સમય લાગશે. ઘણા દેશોએ આના માટે પોતાની રણનીતિ ફરીથી તૈયાર કરવી પડશે. રસીની પ્રબળ આશાઓ છતાં સંગઠને આ વાત કરી છે.

તેણે એમ પણ કહ્યું કે, દુનિયાભરમાં પરિસ્થિતી સામાન્ય બનાવામાં ઘણો સમય લાગશે. ડબલ્યુએચઓના ડાયરેકટર ટેડ્રોસ અદોમ દોબરેસસે જીનીવા સ્થિત હેડકવાર્ટરથીએક વર્ચ્યુઅલ બ્રીફીંગમાં કહ્યું કે, સરકાર અને લોકો માટે એ સ્પષ્ટ સંદેશ છે કે તેઓ બચાવ માટે થતુ હોય તે બધુ કરે.તેમણે કહ્યું કે, ઘણી રસીઓ કલીનીકલ ટ્રાયલના ત્રીજા તબકકામાં છે. તેમણે કહ્યું કે અત્યારે તો કોઇ અચુક દવા નથી અને કદાચ આવું કયારેય થશે પણ નહીં. ટેડ્રોસ અને હુંના આપાતકાલીન બાબતોના પ્રમુખ માઇક રિયાને બધા દેશોને કોરોનાની રોકથામ માટે માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સીંગ, હેન્ડ વોશીંગ અને ટેસ્ટીંગ જેવા ઉપાયોનું પાલન કડકાઇપૂર્વક લાગુ કરવાની અપીલ કરી હતી.

(1:04 pm IST)