Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કોરાનાના કહેર વચ્ચે સારા સમાચાર

આવતા મહિનાથી રશીયામાં કોરાનાની રસીનું થશે ઉત્પાદન

મોસ્કોઃ કોરોનાના કહર વચ્ચે એક સારા સમાચાર છે રશીયા આવતા મહીનાથી કોરોના વેકસીનનું મોટા પાયે ઉત્પાદન કરવા જઇ રહયુ છે. વિશ્વભરના કોરોના વેકસીન અંગે ટ્રાયલ ચાલુ છે. આ બધાની વચ્ચે રશીયાએ કહયું કે તેનું લક્ષ્ય આવતા મહીનાથી કોરોના વાયરસ વેકસીનનું મોટા પાયે પર ઉત્પાદન શરૂ કરવા અને આવતા વર્ષ સુધી પ્રતિ મહિને અનેક મીલીયન ડોઝ તૈયાર રવાનો છે.

અધિકારીઓએ કહયું કે દેશમાં અનેક કોરોના વેકસીન ટ્રાયલ તેજીથી આગળ વધી રહયા છે અને રશીયાનું પાટનગર મોસ્કોમાં ગમાલેયા સંસ્થાનનું ટ્રાયલ એડવાન્સ સ્ટેજ સુધી પહોંચી ગયો છે અને તે રાજયમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી કરી લેશે.  ટીએએસએસને આપેલા એક ઇન્ટરવ્યુમાં રશીયાના ઉદ્યોગમંત્રી ડેનીસ મંટુરોયે કહયું કે અમે સપ્ટેમ્બરથી મોટા પાયે વેકસીનનું ઉત્પાદન શરૂ કરવાનું ચાલુ છે.

તેઓએ કહયંુ અમે આવતા વર્ષની શરૂઆત સુધી અમે તે અનેક મિલીયનનો વધારો કરવાની સ્થિતિમાં હશે. તેઓએ કહયું કે એક એક ડેવલોપર સેન્ટ્રલ રશીયાના ત્રણ લોકેશન પર તેના ઉત્પાદન ટેકનીકની તૈયારી કરી રહયું છે. આ વેકસીનનું ફાઇનાન્સી કરતી કંપની રશીયા ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના પ્રમુખ કિરીલ દિમિત્રિગે કહયું કે અમને આશા છેકે કોરોના વેકસીનનું અધિકારીક અરજી દસ દિવસની અંદર પુર્ણ થશે.

(1:02 pm IST)