Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કંબોડીયામાં સંસ્કૃતિના નામે યુવતીઓના શોર્ટ સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ, પુરૂષો માટે પણ નક્કી થશે પહેરવેશ

પ્રસ્તાવ સંસદમા પાસ થઇ ગયો તો પોલીસને શોર્ટ સ્કર્ટ અને પારદર્શી કપડા પહેરનાર છોકરીઓ અને શર્ટલેસ થનાર પુરૂષોની સામે કાનુની કાર્યવાહી કરવાનો અધિકાર મળી જાશે

લંડન,તા.૪ : સંસ્કૃતિનાં નામ પર પૂર્વી એશિયાના દેશ કંબોડિયામાં છોકરીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકાયો છે. એટલું જ નહીં, પરંતુ છોકરાઓને પણ શર્ટલેસ લુક માટે મનાઇ કરી છે. કંબોડિયાના સંસદમા સ્ત્રીઓ અને પુરૂષોના પહેરવેશ પર એક પ્રસ્તાવ મૂકયો છે, જેને કેટલાય સાંસદોએ સમર્થન આપ્યું છે. જો આ પ્રસ્તાવ સંસદમા પાસ થઇ ગયો તો પોલીસને શોર્ટ સ્કર્ટ અને પારદર્શી કપડા પહેરનાર છોકરીઓ અને શર્ટલેસ થનાર પુરૂષોની સામે કાનુની કાર્યવાહી કરવાનો અધિકાર મળી જાશે.

આ પ્રસ્તાવને સમર્થન આપનાર લોકોનું કહેવું છે કે, સમાજમાં વધતા યૌન અપરાધોને લઇને કડક કાનુન હોવાની ખાસ જરૂર છે. સ્થાનિક મીડિયાનુ કહેવુ છે કે, જો પ્રસ્તાવને સંસદમાં મંજુરી મળે તો, બીજા વર્ષની શરૂઆતથી તેને લાગુ કરવામાં આવશે. ત્યાર પછી પોલીસ તેમના પર કાનુની કાર્યવાહી કરી શકશે.

સરકારે પ્રસ્તાવનું સમર્થન કરતાં કહ્યું કે, આ કાનુનથી કંબોડિયાની સંસ્કૃતિ અને પરંપરાને બચાવવા માટે મદદ મળશે, તેમજ તેના વિરોધના શુર ઉઠી રહ્યા છે. કંબોડિયા સેન્ટર ફોર હ્યુમન રાઇટ્સ ચેરિટીની કાર્યકારી નિદેશક ચેક સોપેએ કહ્યુ કે, અમે જોયું છે કે કંબોડિયાની સરકારમા સામેલ થયેલા કેટલાય લોકોને મહિલાઓએ કપડાં અને તેની બોડીને લઇને વિવાદિત નિવેદન કર્યા છે. તેમણે મહિલાઓ સાથે થઇ રહેલા અન્યાય માટે તેના કપડાંને જવાબદાર ઠેરવ્યા હતા. હવે સરકાર નવો નિયમ બનાવીને તેની મૌલિક સ્વતંત્રતાને છીનવી લેવા માગે છે.

ડ્રાફ્ટિંગની પ્રક્રિયાને લઇને આંતરિક મંત્રાલયના સચિવ ઓક કિમલેખએ સમર્થન કરતા કહ્યુ કે, સંસ્કૃતિ અને પરંપરાને બચાવવા માટેના કાનુનની આવશ્યકતા છે. તેમણે કહ્યુ કે, આ બધી જ રીતે સાર્વજનિક વ્યવસ્થાની બાબત નથી, આ પરંપરા અને રીતિ-રિવાજ સાથે જોડાયેલુ છે.

 ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કંબોડિયાના એક મહિલાને છ મહિનાની સજા સંભળાવવામા આવી હતી, કારણકે તેમણે અધિકારીઓની ચેતવણીને નજર અંદાજ કરતા કહ્યુ કે, ફેસબુક લાઇવ સ્ટ્રીમ દરમિયાન નાના કપડા પહેર્યા હતા. મહિલાને સમાજમા અશ્લિલતા ફેલાવવા માટે દોષિત કરાર કરવામા આવી.

(11:45 am IST)