Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

વનસ્પતિ તેલમાંથી બનતાં માખણ પર મુકાશે પ્રતિબંધ : મંત્રી નીતિન ગડકરીએ લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

સ્વાસ્થ્ય પર ગંભીર અસર તેમજ પશુપાલકો અને ખેડૂતોને પણ આર્થિક નુકસાન ઉઠાવવું પડે છે

નવી દિલ્હી : હોટેલ અને રેસ્ટોરન્ટ ઉપરાંત ડેરીઓમાં વેચાતા માર્જરિન એટલે કે વનસ્પતિ તેલમાંથી બનતાં નકલી માખણ પર મોદી સરકાર ટૂંક સમયમાં રોક લગાવી શકે છે. કેન્દ્રી.ય MSME મંત્રી નીતિન ગડકરીએ આ મામલામાં દખલ કરવા માટે પીએમ મોદીને પત્ર પણ લખ્યો છે. ગડકરીએ કહ્યું કે, નકલી માખણના ઉપયોગથી ન ફક્ત લોકોનાં સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહ છે, પણ પશુપાલકો અને ખેડૂતોને પણ આર્થિક નુકસાન ઉઠાવવું પડે છે.

  એક અધિકારીએ જણાવ્યું કે, નીતિન ગડકરીએ પત્ર પર ત્વરિત સંજ્ઞાન લેાં વડા પ્રધાન કાર્યાલયને ભારતીય ખાદ્ય સુરક્ષા એવમ માનક પ્રાધિકરણને પગલાં ઉઠાવવા માટે નિર્દેશ આપ્યા છે. પીએમઓએ કહ્યું કે, FSSAI તત્કાલ સ્પષ્ટીકરણ અને નિર્દેશ જાહેર કરે. સાથે જ ખાદ્ય ઉત્પાદનોમાં નકલી માખણના ઉપયોગને લઈ ભવિષ્યની ગાઈડલાઈન પણ તૈયાર કરે.

  નકલી માખણમાં મોટી માત્રામાં ટ્રાન્સફેટ હોય છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારીને અનેક ગંભીર પ્રકારની બીમારીઓ પેદા કરી શકે છે. ડેરીમાંથી બનનાર માખણની તુલનામાં આ ખુબ જ સસ્તુ પડે છે. અને એટલે જ હોટેલ, રેસ્ટોરન્ટ અને પેસ્ટ્રી, પિત્ઝા, કુકીઝ તેમજ ક્રેકર્સ જેવા ખાદ્ય ઉત્પાદનોમાં તેનો ખુબ જ ઉપયોગ થાય છે.

(11:35 am IST)