Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મુંબઇમાં આવેલી યુ.એસ.કોન્‍સ્‍યુલેટ જનરલ ઓફિસના ઉપક્રમે ૪ જુલાઇના રોજ અમેરિકાનો ર૪૨મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાયોઃ ચિફ ગેસ્‍ટ તરીકે મહારાષ્‍ટ્રના ઇન્‍ડસ્‍ટ્રી મિનીસ્‍ટર શ્રી સુભાષ દેસાઇએ હાજરી આપી

મુંબઇઃ મુંબઇમાં આવેલી યુ.એસ. કોન્‍સ્‍યુલ જનરલ ઓફિસમાં ૪ જુલાઇ ૨૦૧૮ના રોજ અમેરિકાનો ૨૪૨મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાયો હતો.

સાઉથ મુંબઇની સુપ્રસિધ્‍ધ સીટી હોટલમાં કરાયેલી ઉજવણીમાં ચિફ ગેસ્‍ટ તરીકે મહારાષ્‍ટ્રના ઇન્‍ડસ્‍ટ્રીઝ મિનીસ્‍ટર શ્રી સુભાષ દેસાઇએ  હાજરી આપી હતી. આ તકે યુ.એસ.ના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી એડગાર્ડ કગનએ ભારત તથા યુ.એસ. વચ્‍ચેના સંબંધો તથા મૈત્રીને બિરદાવતું ઉદબોધન કર્યુ હતું. તથા વિશ્વના સૌથી જુના લોકશાહી દેશ અમેરિકા અને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારત વચ્‍ચેના સંબંધો વધુને વધુ ઉજ્જવળ બનતા રહેશે તેવી શુભેચ્‍છા વ્‍યક્‍ત કરી હતી. તેવું યુ.એસ. કોન્‍સ્‍યુલેટ જનરલ મુંબઇની યાદીમાં જણાવાયું છે.

(12:03 am IST)