Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

આસામમાં NRC મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહીત TMCના આઠ નેતાઓ વિરુદ્ધ ફરિયાદ

આસામમાં સાંપ્રદાયિક તણાવ ઊભો કરવા અને શાંતિપૂર્ણ પ્રક્રિયાને નુકસાન પહોંચાડા કોશિશનો આરોપ

 

આસામમાં એનઆરસી મુદ્દા ઉપર સાંપ્રદાયિક સદભાવનાને નુકસાન પહોંચાડવાના આરોપમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના આઠ નેતાઓ વિરૂદ્ધ ગુવાહાટીના  ગીતાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

    એફઆઇઆર ધ્રુવજ્યોતિ તાલુકદારની ફરિયાદના આધારે નોંધાઇ છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, મમતા બેનર્જીએ આસામમાં સાંપ્રદાયિક તણાવ ઊભો કરવા અને એનઆરસીની શાંતિપૂર્ણ પ્રક્રિયાને નુકસાન પહોંચાડા કોશિશ કરી છે.

  ફરિયાદ મુજબ 30 જુલાઇએ મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા આસામ એનઆરસી મુદ્દા ઉપર કટાક્ષાબાજી કરી હતી, જેનાથી લોકોમાં ગુસ્સા ભડક્યો હતો. મમતા બેનર્જીએ આખા મામલાને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ કરી હતી.

   મામલાની ગંભીરતાને જોતા વિસ્તારમાં કલમ 144 લગાવવામાં આવી હતી. ઉપરાંત ટીએમસી નેતા સુખેંદુ શેખર રોય, કાકોલી ઘોષ દાસ્તિદાર, રત્ના ડે નાગ, નદીમુલ હક, અર્પિતા ઘોષ, મમતા ઠાકુર, ફિરહદ હાકિમ અને મહુઆ મોઇત્રાએ વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને લોકોની આસામ એનઆરસી મુદ્દા ઉપર ભડકાવવાની કોશિશ કરી હતી.

(10:30 pm IST)