Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

શોપિયામાં આતંકવાદીઓએ એન્કાઉન્ટર બાદ સ્ફોટક સ્થિતિ :સુરક્ષાદળો પર બેફામ પથ્થરમારો : ગોળીબારમાં બે નાગરિકોના મોત :20 લોકો ઘાયલ

જમ્મુ અને કાશ્મીરમાં એકવાર ફરીથી પથ્થરબાજોએ આતંકીઓને બચાવવાની કોશિશ કરી છે. કાશ્મીરના શોપિયા જિલ્લામાં શનિવાર સવાર સુધી ચાલેલી અથડામણમાં આતંકીઓને બચાવવામાં પથ્થરબાજો રસ્તા પર ઉતરી આવ્યાં હતા આતંકવાદીઓના એન્કાઉન્ટર બાદ પથ્થરાબાજો રસ્તામાં ઉતરી આવ્યા છે જોકે સેનાએ જવાબી કાર્યવાહી કરતા બે નાગરિકોના મોત નિપજ્યા છે જયારે 20 લોકો ઘાયલ થયાના અહેવાલ મળે છે

   પથ્થરાબાજો આતંકીઓને બચાવવા  સુરક્ષાદળો પર પથ્થરો ફેંક્યા હતા સુરક્ષા દળોએ આતંકીઓ વિરુદ્ધના અભિયાનમાં પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો  જો કે તેઓ પાછા હટ્યા નહીં. અથડામણમાં પાંચ આતંકીઓનો ખાત્મો બોલાવાયો હતો  જવાબી કાર્યવાહીમાં 20 પથ્થરબાજો ઘાયલ પણ થયાં

શોપિયાના કિલ્લોરા ગામમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે શરૂ થયેલી અથડામણમાં સાંજ સુધીમાં ફાયરિંગ રોકાઈ ગયું હતું. શનિવારે સવારે અચાનક વિસ્તારમાં ફરીથી ફાયરિંગ શરૂ થઈ ગયું. તે વખતે સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં ઝડપ કરી હતી. ત્યારબાદ પથ્થરબાજોને જ્યારે અંગે સૂચના મળી તો તેઓ રસ્તાઓ પર ઉતરી આવ્યાં. પથ્થરબાજો સુરક્ષાદળોના જવાનો પર પથ્થરો ફેંકવા લાગ્યાં. જેના કારણે સુરક્ષાદળોની ગાડીઓને નુકસાન પહોંચ્યું. સાથે આતંકીઓ વિરુદ્ધના ઓપરેશનમાં વિધ્ન પણ પડ્યું

(8:35 pm IST)