Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ગાયક કુમાર શાનુએ 17 વર્ષ પહેલા દત્તક લીધી હતી દીકરી :''શેનન'' હોલીવુડમાં ધૂમ મચાવે છે

મુંબઈ :જાણીતા ગાયક કુમાર સાનુએ વર્ષ 2001માં એક દિકરીને દત્તક લીધી હતી. જે વાતનો આજે તેમણે ફોડ પાડ્યો હતો. કુમાર સાનુંએ આ વાત પોતાના નજીકના સંબંધીઓ સિવાય કોઇને નહોતી કહી.

  કુમાર સાનુની દિકરીનું નામ શેનન છે. જે પણ સિંગર છે. 2014માં શેનનને એક સિંગલ આલ્બમથી ડેબ્યુ કર્યું હતું. આ સિવાય ઘણા આલ્બમોમાં તે ચમકી ચૂકી છે.

 આ વાતની હકિકત કુમાર સાનુએ દિલ હૈ હિન્દુસ્તાની-2ના શૉમાં જણાવી હતી. તેણે જણાવ્યું હતું કે, હું જરા પણ માગતો નહોતો કે આ વાત કોઇને ખબર પડે, હું ડરેલો હતો કે આ વાતની સમાજને ખબર પડશે તો લોકો શું વિચારશે ? પરંતુ હવે આ વાત તમામ લોકો જાણે છે મને મારી દિકરી શેનન પર ગર્વ છે.

  શેનનના વખાણ કરતા તેણે જણાવ્યું હતું કે, શેનન ખૂબ મહેનતી છે, મને હોલિવુડમાં આજે શેનના કારણે લોકો ઓળખે છે. જણાવી દઇએ કે કુમાર સાનુએ શલોની ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા હતા અને શેનન સિવાય તેમને હજુ એક દિકરી છે.

(8:02 pm IST)