Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

કફ સીરપ, દુઃખાવા અને શરદી-તાવમાં ઉપયોગી અને જેને લોકો આંખો બંધ કરીને મેડીકલ સ્ટોરમાંથી લઇ લે છે તેવી સેરિડોન, ડી-કોલ્ડ ટોટલ, ફેન્સીડીલ જેવી ૩૦૦ દવાઓ ઉપર પ્રતિબંધ મુકવાની તૈયારી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ટુંક સમયમાં દેશભારમાં 300થી વધારે દવાઓને બનાવવા અને વેચવા પર પ્રતિંબધ લગાવવા જઈ રહી છે. આ દવાઓ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (એફડીસી) છે, જેના પર રોક લગાવવાની ભલામણ કરવામાં આવી છે. તેનાથી ઘણી કંપનીઓ પર અસર પડશે, કેમકે તેનું વેચાણ ખુબ વધારે થાય છે. આ દવાઓ પર પડશે અસર સ્વાસ્થ્ય મંત્રાલયના આ પ્રસ્તાવથી ઘણી એવી દવાઓ પર રોક લાગી જશે, જેને લોકો આંખો બંધ કરીને મેડિકલ સ્ટોર પરથી ખરીદી લે છે. આ દવાઓમાં ઘણી કફ સિરપ, દુખાવાની અને સર્દી-તાવ ની દવાઓ શામેલ છે. જે મુખ્ય દવાઓ પર પ્રતિબંધ લાગશે તેમાં ફેંસિડિલ, ડી-કોલ્ડ ટોટલ અને સેરિડોન શામેલ છે.

 

લિસ્ટમાં શામેલ છે 343 દવાઓ આ લિસ્ટમાં 343 દવાઓ શામેલ છે, જેને એબોટ, પીરામલ, મેક્લિઓડ્સ, સિપ્લા અને લ્યૂપિન જેવી દવાઓ નિર્માતા કંપની બનાવે છે. ડ્રગ ટેક્નોલોજી એડવાઈઝરી બોર્ડ (DATB)એ મંત્રાલયને આ પ્રકારની ભલામણ કરી છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ DATBએ આ ભલામણ સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે આપેલા આદેશ પર આપી છે. હવે સરકાર તેને એક અઠવાડિયામાં જ બેન કરવાની સૂચનાઓ જાહેર કરી દેશે. જો કે લાગી રહ્યુ છે કે ઘણી કંપનીઓ સરકારના આ આદેશને કોર્ટમાં પણ પડકારી શકે છે.
2000 કરોડનું બજાર આ એફડીસીનું સમગ્ર દેશમાં લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું બજાર છે, જે કુલ બજારનું 2 ટકાનો ભાગ છે. 2016માં આ દવાઓનું વેચાણ 3,000 કરોડ રૂપિયાથી ઘટીને હવે 2,183 કરોડ રૂપિયા થઈ ગયું છે.

(6:36 pm IST)