Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જમ્મુ - કાશ્મીર : એક દિવસમાં બે બેંકોને આતંકીઓએ કરી ટાર્ગેટ : ગાર્ડની જ બંદૂક લઇ ફરાર

શ્રીનગર તા. ૪ : આતંકીઓએ એક દિવસમાં જ બે બેંકોને પોતાની નિશાન બનાવી. પહેલા તો તેઓએ શોપિયા જિલ્લાની જેકે બેંકની શાખા કેશ લૂંટીને શાખામાં નિયુકત સુરક્ષા ગાર્ડ પાસેથી તેની રાઇફલ લઇને તેઓ ફરાર થઇ ગયાં. ત્યાં જ બીજી બાજુ અને આ સાથે અનંતનાગની SBIની શાખામાં ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં ૨ જવાનો પણ ઘાયલ થયાં છે.

આ સિવાય જમ્મુ-કશ્મીરનાં સોપોર જિલ્લાનાં દ્રુસૂ ગામમાં પણ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ જ છે. મળતી ખબર અનુસાર અહીં એક ઇમારતમાં બે આતંકીઓ છુપાયેલા હતાં કે જેઓને ઠાર કરી દેવામાં આવ્યાં.

જો કે હાલ પૂરતાં સુરક્ષાબળોએ આ પૂરા વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સુરક્ષાબળો અને આતંકીઓમાં પહેલા તો બંને તરફથી ગોળીબાર થયો પરંતુ થોડાંક કલાકોમાં જ સુરક્ષાબળોએ બંને આતંકવાદીઓને ઢેર કરી દીધાં.

ત્યાં બીજી બાજુ આ પહેલાં ગુરૂવારનાં રોજ કશ્મીરનાં કુપવાડા જિલ્લામાં પણ સુરક્ષાબળને મોટી સફળતા મળી હતી. તેઓએ આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે આતંકીઓને ઠાર કરી દીધાં. આની જાણકારી જમ્મુ-કશ્મીરનાં ડીજીપીએ ટ્વિટ કરીને આપી હતી. જણાવવામાં આવી રહેલ છે કે બંને તરફથી બરાબર જામીને ફાયરિંગ થયું છે.

સોપોરમાં પોલીસ અને ૨૨ રાષ્ટ્રીય રાઇફલ્સ આ ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે શુક્રવારનાં રોજ સવારે સેનાને આતંકીઓ છુપાયા હોવાંની સૂચના મળી હતી. સેનાને ત્યાં પહોંચતા જ ભારે ગોળીબાર શરૂ થઇ ગયો. સેનાએ તે સમયે તે ઘરને ઘેરી લીધો અને તાબડતોડ ફાયરિંગ કરાયું.(૨૧.૩)

(11:52 am IST)