Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

પાકિસ્તાનના પીએમ બનવામાં ૭ દિવસ બાકીઃ ઇમરાન ખાનને બહુમત મળવું હજી પણ મુશ્કેલ

ઇમરાન ખાનને પડકારવા માટે વિપક્ષી પાર્ટી પીએમએલ-એન અને પીપીપી એ ગઢબંધનનું કર્યું એલાન

ઇસ્લામાબાદ, તા.૪: પાકિસ્તાનમાં થયેલી ચૂંટણીમાં ઇમરાનખાનનો પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સૌથી મોટો પક્ષ બન્યો છે.જો કે પીટીઆઈને સરકાર બનાવા માટે નેશનલ એસેમ્બલીમાં બહુમત સાબિત કરવાનો છે.સ્પષ્ટ બહુમત માટે ઇમરાન ખાનને નેશનલ એસેમ્બલીના કુલ સભ્યોના ઓછા માં ઓછા ૫૧ ટકા મતોની જરૂર છે.

પાકિસ્તાનની ૩૪૨ સીટોવાળી નેશનલ એસેમ્બલીમાં કોઈ પણ પક્ષને સરકાર બનાવા માટે કુલ ૧૭૨ સીટોની જરૂરિયાત છે.પીટીઆઈ નેતૃત્વમાં ઓછા માં ઓછા ૧૭૦ સાંસદોના સમર્થન મળવાનો દાવો કર્યો છે.તેમાં નિર્દળીય અને ગઢબંધનના પક્ષોના નવા પસંદગી પામેલા સાંસદો સામેલ છે.જોકે બહુમત સાબિત કરવા માટે ઈમરાનની પાર્ટી પાસે હજુ સુધી એક સપ્તાહનો સમય બાકી છે.અને તેને આશા છે કે તેનો કોઈ પણ સાંસદ વિપક્ષી પક્ષનું સમર્થન કરશે નહી.જોકે અત્યારસુધી કોઈ વિપક્ષી પક્ષ દળ અથવા સભ્યોએ પીટીઆઈમાં સામેલ થવા માટે વિપક્ષી ગઢબંધન છોડ્યું નથી.

 વિપક્ષી ગઢબંધન જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજ ,પાકિસ્તાન પીપલ્સ પક્ષ અને મુતાદીતા સામેલ છે.મજલિસ-એ-અમલે અગાઉ જ સંસદની અંદર અને બહાર ઇમરાન ખાન અને તેના સમર્થક અને વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.

 પીએમ પદના દાવેદાર ઇમરાન ખાનને પડકારવા માટે પીએમએલ-એન અને પીપીપીએ હાથ મિલાવાનું એલાન કર્યું છે.પીએમએલ-એન પાસે ૬૪ અને પીપીપી પાસે ૪૩ સીટો છે.જોકે કેટલાક નાના પક્ષોના ગઢબંધનથી ઇમરાન ખાન માટે વડાપ્રધાન તરીકે પસંદગી થવા પર કોઈ ખાસડ ફરક પડશે નહી.પરંતુ તેનાથી સંસદમાં તેમની પાસે સીટો ઓછી થશે.જેનાથી તેના માટે બહુમત સાબિત કરવાનું મુશ્કેલ થશે.

 ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ ૨૫ જુલાઈએ થયેલી ચૂંટણીમા ૧૧૬ સીટો જીતીને જીત મેળવી હતી.૬૫ વર્ષના નેતા ઇમરાન ખાન ૧૧ ઓગસ્ટે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.(૨૨.૧૪)

(11:47 am IST)