Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

યુ.એસ.ના ફ્રેમોન્‍ટ કેલિફોર્નિયા સીટી કાઉન્‍સીલમાં ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી ચંદ્રકલા (ચંદુ) શ્રીમદાસઃ છેલ્લા બે દાયકાથી અમેરિકામાં સ્‍થાયી થયેલા શ્રી ચંદુકલા શહેરને સલામતિ બક્ષવા આતુર

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના ફ્રેમોન્‍ટ, કેલિફોર્નિયા સિટી કાઉન્‍સીલમાં ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી ચંદ્રકલા (ચંદુ)શ્રીમદાસએ ઉમેદવારી નોંધાવી છે.

 H-4 વીઝા મેળવી છેલ્લા બે દાયકાથી અમેરિકામાં સ્‍થાયી થયેલા સુશ્રી ચંદ્રકલાના મતવિસ્‍તારમાં મોટી સંખ્‍યામાં ભારતીયો વસે છે. તેમને યુ.એસ.ના તથા ભારતના અગ્રણી ભારતીયો સાથે સારો એવો નાતો છે. તેઓ ફ્રેમોન્‍ટને સલામત શહેર બનાવવાની નેમ સાથે ચૂંટણી લડી રહ્યા છે. તેમના મતે શહેરમાં મહિલાઓના ગળામાંથી ચેઇન ઝુટવવાના બનાવો વધી રહ્યા હોવાથી ખાસ કરીને ભારતીય મહિલાઓ અસલામતીની લાગણી અનુભવી રહી છે.

ભારતના તેલંગણાના વતની સુશ્રી ચંદ્રકલા અમેરિકામાં અનેક સામાજીક, ધાર્મિક તથા સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. તેઓ તેલંગણા કલ્‍ચરલ એશોશિએશન, શ્રી દત્ત સાંઇ મંદિર, રોટરી કલબ સહિતની સંસ્‍થાઓમાં વોલન્‍ટીઅર તરીકે સેવાઓ આપી રહ્યા છે તથા ફ્રેમોન્‍ટ શહેરના સલામત, ઉપરાંત વ્‍યવસાય ક્ષેત્રે આગળ વધારવા માંગે છે.

(10:53 pm IST)