Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોના સર્ચ ઓપરેશનમાં થોડા દિવસો પહેલા જ આતંકવાદીઓ સાથે જોડાનાર બીટેક ડિગ્રી ધરાવનાર ખુર્શીદ અેહમદ મલિકને ઠાર મરાયો

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કરી દીધા છે. મરાયેલ આતંકીઓમાં બીટેક વિદ્યાર્થી ખુર્શીદ એહમદ મલિક પણ સામેલ છે. જેણે થોડા દિવસો પહેલા જ આતંકનો રસ્તો અપનાવ્યો હતો. જ્યારે બીજો આતંકી સોપોરનો રહેવાસી છે.

ખુર્શીદ કેટલાક દિવસ પહેલા પોતાના ઘરમાંથી ગાયબ થઇ ગયો હતો. જે પછી તેના પરિવારના લોકોને સોશિયલ મડીયામાંથી જાણકારી મળી કે તે આતંકી સંગઠનમાં સામેલ થઇ ગયો છે.  તેની માતા અને બહેને એક વીડિયોમાં તેને આતંકીઓને છોડીને ઘરે આવી જવા કહ્યું હતું. પરંતુ તે પાછો ફર્યો નહીં અને આતંકી બનવાના 48 કલાકમાંજ તેને ઠાર કરવામાં આવ્યો.

આતંકીઓને ઠાર કર્યા પછી તે વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગુરૂવારે રાતે સેનાને આ વાતની ખબર મળી હતી કે સોપોરના દ્રુસુ ગામમાં બે આતંકીઓ છુપાયેલા છે. જે પછી મોડી રાતે સેનાના સુરક્ષાદળ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મળીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. શુક્રવારે સવારે જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં.

મહત્વનું છે કે પુલવામાં જિલ્લામાંથી બીટેક વિદ્યાર્થી ગાયબ થઇ ગયો હતો. જે પછી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ ગયો હતો. આ વીડિયોમાં યુવકનો પરિવાર પોતાના દીકરાને ઘરે પાછા આવવાની અપીલ કરી રહ્યો હતો.

(6:15 pm IST)