Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ભારતની અંડર-૧૭ મહિલા ફૂટબોલ ટીમના આસીસ્ટન્ટ કોચ પર લાગ્યો યૌન શોષણનો આરોપ

યૌન શોષણનો આરોપ લાગતાં જ એલેક્સની હકાલપટ્ટી કરવામાં આવી : એલેક્સ એમ્બ્રોસનાં ભારત પરત ફર્યા બાદ થશે કાર્યવાહી

નવી દિલ્હી, તા.4 : ભારતની અંડર-૧૭ મહિલા ફૂટબોલ ટીમના આસીસ્ટન્ટ કોચ એલેક્સ એમ્બ્રોસ પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. જેને લઈ એલેક્સને પદ્દ પરથી હટાવી  દેવામાં આવ્યો છે. એલેક્સ એમ્બ્રોસ ભારત પરત ફરે ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ભારતની અંડર-૧૭ મહિલા ફૂટબોલ ટીમના આસીસ્ટન્ટ કોચ તરીકેની જવાબદારી સંભાળી રહેલા ભારતના ભૂતપૂર્વ ખેલાડી એલેક્સ એમ્બ્રોસ પર યૌન શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે પછી એલેક્સની હકાલપટ્ટી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એલેક્સ એમ્બ્રોસની સામે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને આ મામલે ૩૦મી જુને ખુલાસો કર્યો હતો. ભારતની અંડર-૧૭ મહિલા ટીમ હાલમાં યુરોપના પ્રવાસે છે અને આ દરમિયાન એલેક્સ એમ્બ્રોસ પર યૌન શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેને લઈ એલેક્સ એમ્બ્રોસ ભારત પરત ફરે ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ફિફા અંડર-૧૭ મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ ઓક્ટોબર મહિનામા ભારતની ભૂમિ પર યોજાવાનો છે. ભારતની અંડર-૧૭ મહિલા ફૂટબોલ ટીમ આ વર્લ્ડ કપની ટીમ વર્લ્ડ કપની તૈયારીના ભાગરૃપે જ યુરોપ પ્રવાસે ગઈ છે.

(11:21 pm IST)