Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

નૂપુર શર્માની દિલ્હી પોલીસ ધરપકડ કેમ નથી કરતી? મમતા બેનર્જીએ કહ્યું -તમે આગ સાથે નથી રમી શકતા

મમતા બેનરજીએ કહ્યુ કે આ એક ષડયંત્ર છે- ભાજપની એક નફરત ભરેલી નથી અને લોકોમાં વિભાજન કરાવવાની પોલિસી છે

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ફરી એક વખત માંગ કરી છે કે નૂપુર શર્માની ધરપકડ કરવામાં આવે, તેમણે કહ્યુ કે અંતે અત્યાર સુધી નૂપુર શર્માને દિલ્હી પોલીસ ધરપકડ કેમ નથી કરતી. મમતા બેનરજીએ કહ્યુ કે પયગમ્બર મોહમ્મદ પર ટિપ્પણી સાથે જોડાયેલા વિવાદ ભાજપ તરફથી રચવામાં આવેલા ષડયંત્રનું પરિણામ છે જેની હેઠળ તે દેશના લોકોને વહેચવા માંગે છે. મમતા બેનરજીએ કહ્યુ કે આ એક ષડયંત્ર છે- ભાજપની એક નફરત ભરેલી નથી અને લોકોમાં વિભાજન કરાવવાની પોલિસી છે. નૂપુર શર્માની ધરપકડની માંગ કરતા મમતા બેનરજીએ કહ્યુ કે તમે આગ સાથે નથી રમી શકતા.

મમતા બેનરજીએ કહ્યુ કે અમે વિભાજનકારી રાજનીતિમાં વિશ્વાસ નથી કરતા. અમે હિન્દૂ, મુસ્લિમ, શિખ, ઇસાઇ, જૈન અને બૌદ્ધ તમામ લોકો માટે છીએ મમતા બેનરજી તરફથી નૂપુર શર્માની ધરપકડની માંગ એવા સમયમાં કરવામાં આવી છે જ્યારે કેટલાક દિવસ પહેલા જ કોલકાતા પોલીસે તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. આટલુ જ નહી કોલકાતા પોલીસે નૂપુર શર્માને નોટિસ જાહેર કરીને પૂછપરછમાં સામેલ થવા માટે કહ્યુ હતુ. કોલકાતાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નૂપુર શર્મા પર બે કેસ દર્જ કરવામાં આવ્યા છે. બન્ને પોલીસ સ્ટેશનની પોલીસે નૂપુર શર્માને પૂછપરછ માટે 20 અને 25 જૂને બોલાવી હતી.

નૂપુર શર્માએ નોટિસના જવાબમાં કહ્યુ હતુ કે મુસાફરી કરવા પર તેના જીવને ખતરો છે. એવામાં તે પૂછપરછ માટે કોલકાતા નથી આવી શકતી. મહત્વપૂર્ણ છે કે નૂપુર શર્માએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં તેણે માંગ કરી હતી કે દેશના અલગ અલગ ભાગમાં તેના વિરૂદ્ધ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવામાંઆવે. જેની પર સુપ્રીમ કોર્ટે તેને હાઇકોર્ટમાં અરજી દાખલ કરવા કહ્યુ હતુ. આ સાથે જ ફટકાર લગાવતા જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ સૂર્યકાંતે કહ્યુ હતુ કે તેમના એક નિવેદનને કારણે દેશમાં આગ લાગી છે અને ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા પણ થઇ છે.

(8:07 pm IST)