Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સિદ્ધૂ મૂસેવાલાને સૌથી નજીકથી ગોળી મારનાર શૂટર અંકિત સિરસાની સાથીદાર સાથે ધરપકડ

. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની ટીમને મોટી સફળતા મળી: શૂટર અંકિત સિરસાએ સિદ્ધૂને નજીકથી ગોળી મારી અને પ્રિયવ્રત ફૌજી સાથે તેની ગાડીમાં સવાર હતો

નવી દિલ્હી :  પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા મર્ડર મિસ્ટ્રીમાં મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે સિદ્ધૂ મૂસેવાલાને ગોળી મારનારા શૂટર અંકિત સિરસાની તેના સાથી સાથે ધરપકડ કરીછે. અંકિત સિરસા તે શૂટર છે જેને સિદ્ધૂને નજીકથી ગોળી મારી હતી અને આ પ્રિયવ્રત ફૌજી સાથે તેની ગાડીમાં સવાર હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ ફૌજી અને અંકિત એક સાથે ભાગ્યા હતા. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની ટીમને મોટી સફળતા મળી છે, કારણ કે સિદ્ધૂ મૂસેવાલા મર્ડર મિસ્ટ્રીમાં 6 શૂટર્સ સામે આવ્યા હતા.

પોલીસ આ મર્ડર કેસમાં સામેલ ડજનથી આરોપીઓને અત્યાર સુધી અટકાયત કરી છે. ગોળી મારનારા શૂટર્સની ધરપકડ કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે ગત 29 મેએ પંજાબના માનસા જિલ્લા સ્થિત જવાહરકે ગાંવ નજીક સિદ્ધૂ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં બેઠેલા ગેન્ગસ્ટર ગોલ્ડી બરારે આ હત્યાકાંડની જવાબદારી લીધી હતી. ગોલ્ડી બરાર તિહાર જેલમાં બંધ કુખ્યાત ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇની નજીકનો ગણાય છે.

તેણે પોતાના મિત્ર વિક્કી મિદ્દૂખેડાના મોતનો બદલો લેવા આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષએ મિદ્દૂખેડાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ ગેન્ગનું માનવુ હતુ કે વિક્કી મિદ્ધૂખેડાના હત્યારાને સિદ્ધૂ મૂસેવાલા સુરક્ષા આપી રહ્યો હતો.

(7:59 pm IST)