Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ભારતીય વિમાનોમાં જોવા મળતું 'વિક્ટોરિયન ટેરિટરી' ચિહ્ન દૂર કરવા અશ્વિની ઉપાધ્યાયની દિલ્હી હાઇકોર્ટમાં અરજી : આ કાનૂની મુદ્દો નથી : આવી વિનંતીઓ પર માત્ર સરકાર જ કાર્યવાહી કરી શકે : અરજી માન્ય રાખવાનો મુખ્ય ન્યાયાધીશ સતીશચંદ્ર શર્માનો ઇનકાર

ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે સોમવારે ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય દ્વારા તમામ ભારતીય વિમાનો પર લખેલા કોલ સાઈન વિક્ટોરિયન ટેરિટરી/વાઈસરોય ટેરિટરી (VT)ને હટાવવાની માંગ કરતી અરજી પર ધ્યાન આપવાનો ઈન્કાર કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની અધ્યક્ષતાવાળી બેંચે ઉપાધ્યાયને રજૂઆત સાથે સરકારનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

બેન્ચે કહ્યું કે આ એવો મુદ્દો નથી કે જે કોર્ટ દ્વારા હાથ ધરવો જોઈએ અને આવી વિનંતીઓ પર માત્ર સરકાર જ કાર્યવાહી કરી શકે છે.

તેથી કોર્ટે ઉપાધ્યાયને રજૂઆત સાથે સરકારનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

"અમારે તે કરવાનું નથી. તે સરકારે કરવાનું છે... અહીં કાનૂની સમસ્યા શું છે? તે સરકારે કરવાનું છે. તેઓ ધારાસભ્યો છે. તે એક નીતિગત નિર્ણય છે. અમે કરી શકતા નથી. મુખ્ય ન્યાયાધીશ શર્માએ સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી.

ત્યારપછી ઉપાધ્યાયે અરજી પાછી ખેંચવાની કાર્યવાહી કરી હતી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(5:50 pm IST)