Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ : દિલ્હી પોલીસને મળી સફળતા : સિદ્ધુને ગોળી મારનાર શૂટર અંકિત સિરસાની ધરપકડ

ન્યુદિલ્હી : પંજાબી ગાયક અને રાજકારણી સિદ્ધુ મુસેવાલાને ગોળી મારનાર શૂટર અંકિત સિરસાની ધરપકડ કરવામાં આવી છે. અંકિત વિરુદ્ધ રાજસ્થાનમાં હત્યાના પ્રયાસના બે જઘન્ય કેસ નોંધાયેલા છે.

પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા કેસમાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ/એનડીઆર (નવી દિલ્હી રેન્જ)ની ટીમે લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી બ્રાર ગેંગના બે મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ગુનેગારનું નામ ખુલ્યું છે. અંકિત સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ શૂટર્સમાંથી એક છે. તેની સામે રાજસ્થાનમાં હત્યાના પ્રયાસના અન્ય બે જઘન્ય કેસ નોંધાયેલા છે.

માહિતી અનુસાર, પોલીસે તેમની પાસેથી પંજાબ પોલીસના ત્રણ વર્દીઓ, એક 9 એમએમની પિસ્તોલ, એક .3 એમએમની પિસ્તોલ અને ડોંગલ્સ સાથેના બે મોબાઈલ પણ જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર અંકિત સિરસાએ સિદ્ધુ પર ફાયરિંગ કર્યું હતું. અંકિત પ્રિયવ્રત ફૌજી સાથે તેની કારમાં હાજર હતો.

શરૂઆતમાં અંકિત અને ફૌજી બંને સાથે ભાગી ગયા હતા. પોલીસે પ્રિયવ્રતની ધરપકડ કરી લીધી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:34 pm IST)