Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

કોપનહેગનમાં શોપિંગ મોલમાં અંધાધૂંધ ફાયરિંગઃ ત્રણના મોત

૨૨ વર્ષના એક યુવકે એકાએક શરુ કર્યુ અંધાધૂંધ ફાયરિંગઃ ઈજાગ્રસ્‍તોની ચાલી રહી છે સારવાર

કોપનહેગન, તા.૪: ડેનમાર્કની રાજધાની કોપનહેગનનો એક શોપિંગ મોલ રવિવારના રોજ ફાયરિંગથી ધ્રૂજી ઉઠ્‍યો હતો. એક બંધુકધારી વ્‍યક્‍તિએ ભીડથી ભરેલા મોલમાં અંધાધૂંધ ફાયરિંગ શરુ કરી દીધી હતી. ખ્‍ભ્‍ના રિપોર્ટ અનુસાર, ૩ લોકોના મળત્‍યુ થયા હોવાની પળષ્ટિ થઈ છે અને આટલા જ લોકો ઈજાગ્રસ્‍ત પણ થયા હોવાની જાણકારી મળી રહી છે. કોપનહેગનના પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર સોરેન થોમસન જણાવે છે કે ફાયરિંગ પછી ૨૨ વર્ષીય ડેનિશ યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્‍યું કે આ કોઈ આતંકી ઘટના નથી, પરંતુ અમે તેને લોન વુલ્‍ફ અટેક માનીને ચાલી રહ્યા છીએ. ડેનમાર્કને દુનિયાના સૌથી સુરક્ષિત અને ઓછા ક્રાઈમ રેટ વાળા દેશોમાં ગણવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે યૂરોપિયન દેશ ડેનમાર્કમાં તાબડતોડ ફાયરિંગનો કિસ્‍સો સામે આવ્‍યો છે જેમાં અનેક લોકો ઈજાગ્રસ્‍ત થયા છે. ડેનિશ પોલીસ જણાવે છે કે, રવિવારના રોજ ફાયરિંગની સૂચના મળી હતી, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્‍ત થયા છે. કોપનહેગન પોલીસે પણ ટ્‍વિટ કરીને જાણકારી આપી છે કે, શહેરના કેન્‍દ્ર અને એરપોર્ટ વચ્‍ચે અમેગર જિલ્લામાં એક મોટા ફીલ્‍ડ મૉલની આસપાસ પોલીસની ટુકડી તૈનાત કરવામાં આવી છે. પોલીસે પણ જણાવ્‍યું કે તેઓ ઘટનાસ્‍થળ પર પહોંચી ગયા છે, જ્‍યાં અનેક લોકોને ગોળી વાગી છે. એક વ્‍યક્‍તિની આ બાબતે અટકાયત પણ કરવામાં આવી છે.
ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, પ્રથમ ફાયરિંગ પછી મોલમાં હડકંપ મચી ગયો હતો. લગભગ ૧૦૦થી વધારે લોકો ચીસો પાડતા પાડતા મોલની બહાર ભાગીને નીકળ્‍યા હતા. જેને જ્‍યાં જગ્‍યા મળી ત્‍યાં તે છુપાઈ ગયુ હતું. લોકો આસપાસની દુકાનમાં પણ છુપાઈ ગયા હતા. મોલમાંથી બહાર નીકળ્‍યા પછી લોકો રડી રહ્યા હતા. પોલીસે આગ્રહ કર્યો કે તેઓ પહોંચે ત્‍યાં સુધી ઈમારતમાં સુરક્ષિત સ્‍થાન પર રાહ જોવામાં આવે. જે લોકો બહાર નીકળી ગયા તેમને ઈમારતથી દૂર જવાની સૂચના આપવામાં આવી.
નોંધનીય છે કે બ્રિટિશ પોપ સ્‍ટાર હૈરી સ્‍ટાઈલ મોલ પાસે જ સાંજના ૮ વાગ્‍યે રોયલ અરીનામાં પર્ફોર્મ કરવાનો હતો. આ વેન્‍યુ ઘટનાસ્‍થળથી નજીક જ છે. તેમના પર્ફોમન્‍સ પહેલા જ આ ઘટના બની હતી. કોન્‍સર્ટની તમામ ટિકિટો પણ વેચાઈ ગઈ હતી. ઘટના પછીની તસવીરો સામે આવી રહી છે જેમાં જોઈ શકાય છે કે લોકો કેટલા ડરી ગયા હતા. આ સિવાય ઈજાગ્રસ્‍તોને હોસ્‍પિટલ પહોંચાડવામાં આવ્‍યા હતા. કેટલા લોકો ઈજાગ્રસ્‍ત થયા છે તેનો સત્તાવાર આંકડો જાણવા નથી મળ્‍યો. ડેનિશ મીડિયાએ એક હોસ્‍પિટલના માધ્‍યમથી જાણકારી આપી કે, ૩ લોકોની સારવાર ચાલી રહી છે. ડેનિશ ન્‍યુઝપેપર ર્બલિંગસ્‍કે સાથેની વાતચીતમાં ત્‍યાં હાજર એક વ્‍યક્‍તિએ જણાવ્‍યું કે, ફાયરિંગ પછી હડકંપ મચી ગયો હતો. ૩-૪ ફાયરિંગના અવાજ સંભળાયા હતા.

 

(11:40 am IST)