Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

માત્ર ૨.૮૮ રૂપિયામાં મળશે પેરાસિટામોલની ટેબલેટ !

ડાયાબિટીસ, માથાનો દુઃખાવો અને હાઇ બીપીની સારવારમાં ઉપયોગી ૮૪ દવાઓની છૂટક કિંમત નક્કી કરાય

નવી દિલ્‍હી,તા. ૪ : દવાઓની કિંમત નક્કી કરવા સંબંધિત નિયામક (NPPA) એનપીપીએએ ડાયાબિટીસ, માથાનો દુઃખાવો અને હાઈ બ્‍લડ પ્રેશરની સારવારમાં ઉપયોગી ૮૪ દવાઓ માટે છૂટક કિંમતો નક્કી કરી છે. એનપીપીએએ કોલેસ્‍ટ્રોલ અને ટ્રાઈગ્‍લિસરાઈડ્‍સના વધી ગયેલા સ્‍તરને ઓછા કરવા માટે ફોર્મ્‍યુલેશનની કિંમતો નક્કી કરી છે.

નિયામકે એક સૂચનામાં જણાવ્‍યું કે દવા (મૂલ્‍ય નિયંત્રણ) આદેશ, ૨૦૧૩ તરફથી મળેલી શક્‍તિઓનો ઉપયોગ કરતા NPPAએ દવાઓની છૂટક કિંમત નક્કી કરી છે. આદેશ અનુસાર, વોગ્‍લિબોસ અને (એસઆર) મેટફોર્મિન હાઈડ્રોક્‍લોરાઈડની એક ટેબ્‍લેટની કિંમત જીએસટી સિવાય ૧૦.૪૭ રૂપિયા હશે.

આ પ્રકારે પેરાસિટામોલ અને કેફીનની કિંમત ૨.૮૮ રૂપિયા પ્રતિ ટેબ્‍લેટ નક્કી કરવામાં આવી છે. આ સિવાય રોસુવાસ્‍ટેટિન એસ્‍પિરિન અને ક્‍લોપિડોગ્રેલ કેપ્‍સુલની કિંમત ૧૩.૯૧ રૂપિયા નક્કી કરવામાં આવી છે. એક અલગ સૂચનામાં ફભ્‍ભ્‍ખ્‍マ કહ્યું કે લિક્‍વિડ મેડિકલ ઓક્‍સિજન અને ઓક્‍સિજન ઈન્‍હેલેશન (શ્વાસ લેવાની પ્રક્રિયા) (ઔષધીય ગેસ)ની ફરી નક્કી કરાયેલી મહત્તમ કિંમત તારીખ ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી વધારાઈ છે.

વ્‍યાજના દરમાં વધારાના કારણે રિયલ એસ્‍ટેટ માર્કેટ પર તેની અસર પડવા લાગી છે. ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગને અસર પડી છે. તાજેતરમાં રિઝર્વ બેન્‍કે રેપો રેટમાં લગભગ ૦.૯૦ ટકાનો વધારો કર્યો હોવાથી લોન મોંઘી થઈ છે અને હપતાનો બોજ વધી ગયો છે. તેના કારણે લોકોની ખરીદશક્‍તિને અસર થઈ છે. ભારતમાં એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે અમદાવાદ ટોચના શહેરોમાં ઉભરી આવ્‍યું છે. ટોપ-૮ રિયલ્‍ટી માર્કેટમાં અમદાવાદ સૌથી વધારે એફોર્ડેબલ માર્કેટ છે. અમદાવાદમાં એફોર્ડેબલ હાઉસિંગનો રેશિયો ૨૨ ટકા છે જયારે પૂણે અને ચેન્નાઈમાં આ ગુણોત્તર ૨૬ ટકા છે. દેશમાં હાલમાં મુંબઈ, હૈદરાબાદ અને NCR સૌથી મોંઘા માર્કેટ છે. બેંગલોરએ સમગ્ર દેશમાં ચોથા ક્રમે સૌથી મોંઘું રિયલ એસ્‍ટેટ માર્કેટ છે. અમદાવાદ છેક ૨૦૧૯થી સૌથી વધારે એફોર્ડેબલ માર્કેટ છે. ૨૦૧૦થી ૨૦૨૧ સુધી તમામ ટોચના શહેરોમાં આ ઈન્‍ડેક્‍સે સુધારો નોંધાવ્‍યો છે.

(9:34 am IST)