Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાની સામે હૈદરાબાદને કહ્યું ભાગ્યનગર :વંશવાદને દેશ માટે ખતરનાક ગણાવ્યું

તેમણે કહ્યું હતું કે સરદાર પટેલે ભાગ્યનગરમાં જ એક ભારતનો નારો આપ્યો હતો : પીએમ મોદીએ હૈદરાબાદમાં આયોજિત ભાજપ કાર્યસમિતિની બેઠકમાં ભાગ લીધો

ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠક રવિવારે તેલંગાણાના હૈદરાબાદમાં થઈ રહી છે. આ બેઠકને વડાપ્રધાન મોદીએ સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમણે રવિવારે હૈદરાબાદમાં આયોજિત ભાજપ કાર્યસમિતિની બેઠકમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કાર્યકર્તાની સામે હૈદરાબાદને  ભાગ્યનગર કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરદાર પટેલે ભાગ્યનગરમાં જ એક ભારતનો નારો આપ્યો હતો. તેમણે તુષ્ટિકરણને પૂરો કરવા માટે તેમણે તૃપ્તિકરણનો રસ્તો અપનાવ્યો હતો.

બીજેપી નેતા રવિશંકર પ્રસાદે જાણકારી આપી છે કે પીએમ મોદીએ કહ્યું કે ભૂલોમાંથી શીખવાની જરૂર છે. પીએમ મોદીએ વંશવાદને દેશ માટે ખતરનાક કહ્યું હતું. બીજેપી કાર્યસમિતિની આ બેઠક હૈદરાબાદના ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં થઈ હતી. મળતી જાણકારી મુજબ બીજેપીની આ બેઠકમાં રાષ્ટ્રીય કાર્યકારિણીના લગભગ 340 પ્રતિનિધિઓએ હાજરી આપી છે. રવિવારે કાર્યસમિતિની બેઠકનો છેલ્લો દિવસ છે.

રવિશંકર પ્રસાદે એ પણ જાણકારી આપી છે કે આજકાલ ઘણા રાજકીય પક્ષો અસ્તિત્વ બચાવવામાં લાગેલા છે. તેણે કહ્યું કે આપણે તેના પર હસવું નથી. આપણે આ વાત શીખવાની છે કે આપણે એવું કામ ન કરવું જોઈએ જે તેઓએ કર્યું છે.

બીજેપી નેતા રવિશંકર પ્રસાદે જાણકારી આપી છે કે પીએમ મોદીએ બેઠકમાં કહ્યું કે અમારો વિચાર લોકતાંત્રિક છે. આ કારણે સરદાર પટેલ કોંગ્રેસના નેતા હતા, પરંતુ અમે તેમની સૌથી મોટી વિશ્વ વિખ્યાત પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે. આપણો વિચાર લોકતાંત્રિક છે. તે માટે અમે વડાપ્રધાન મ્યુઝિયમ બનાવીને તમામ વડાપ્રધાનોને તેમાં સ્થાન આપ્યું છે.

બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વડાપ્રધાન મોદીએ પાર્ટીના સભ્યોને સ્નેહ યાત્રા કાઢવા અને સમાજના તમામ વર્ગો સુધી પહોંચવા માટે જણાવ્યું છે.

હૈદરાબાદમાં આયોજિત બીજેપીની કાર્યસમિતિની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે જ્યારે આપણે તેલંગાણામાં છીએ ત્યારે બીજેપીએ ઘણી પ્રગતિ કરી છે. બીજેપીને તેના કામ, તેની ગવર્નેંસ અને પ્રામાણિકતાના કારણે જનતાના ઘણા આશીર્વાદ મળે છે..

(10:07 pm IST)