Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સોશિયલ અને ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરવાની જરૂર: પારડીવાલા નુપુર શર્માને આડે હાથ લેનાર પારડીવાલા પર સોશિયલ મીડિયા પર થયા હતા પ્રહાર

ન્યાયાધીશો પર વ્યક્તિગત હુમલા માટે ઉપયોગમાં લેવાતા સોશિયલ અને ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરવાની જરૂર છે: જસ્ટિસ જે. બી. પારડીવાલા

જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે ભારતને સંપૂર્ણ પરિપક્વ અથવા તો પરિપકવ  લોકશાહી તરીકે વ્યાખ્યાયિત કરી શકાય નહી. સોશ્યલ મીડિયાનો ઉપયોગ સંપૂર્ણપણે કાયદાકીય અને બંધારણીય મુદ્દાઓનું રાજકારણ કરવા માટે કરવામાં આવે છે.

જસ્ટિસ પારડીવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા બંધારણ હેઠળ કાયદાનું શાસન જાળવી રાખવા માટે દેશભરમાં ડિજિટલ અને સોશિયલ મીડિયાનું નિયમન કરવાની જરૂર છે. ન્યાયાધીશો પર તેમના નિર્ણયો માટેના હુમલાઓ એક ખતરનાક દૃશ્ય તરફ દોરી રહ્યા છે જ્યાં કાયદો ખરેખર શું કહે છે તેના કરતા જજોએ મીડિયા શું કહે છે તે વિચારવું પડતું હોય છે

(9:59 pm IST)