Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

પત્નીને છૂટાછેડામાં સંપત્તિનો ચોથો ભાગ આપ્યા છતાં Amazon માલિકની સંપત્તિ એક વર્ષમાં 4275 અજબ વધી

અમેઝોનના શેર 0.4 ટકાની તેજી સાથે રૂ.2890 પર બંધ થયા : ભયંકર મંદીમાં પણ બેઝોસની સંપત્તિ પવનવેગ વધી રહી છે

વોશિંગ્ટનઃ વિશ્વભરને કોરોનાએ પોતાના ભરડામાં લીધો છે. ચારે બાજુ મહામારીએ મંદીનો જાળ પાથરી દીધો છે. મોટી-મોટી કંપનીઓ બેહાલ છે. આવા સમયમાં પણ વિશ્વની સૌથી મોટી ઇ-રિટેઇલ કંપની Amazonના માલિક જેફ બેઝોસની સંપત્તિ 4275 અબજ ડોલર વધી ગઇ છે. નવાઇની વાત એ છે કે બેઝોસે ગત વર્ષે પત્ની મેકેન્ઝીને છૂટાછેડા આપવા પોતાની એક ચતુર્થાંશ સંપત્તિ આપી દીધી હતી ત્યારે બાદ પણ તેમની સંપત્તિમાં કૂદકેને ભૂસકે વધારો થતો રહ્યો. ગઇકાલે ગુરુવારે અમેઝોનના શેર 0.4 ટકાની તેજી સાથે રૂ.2890 પર બંધ થયા હતા.

 અમેઝોનમાં બેઝોસની 11 ટકા ભાગીદારી છે. જેફે પોતાની પૂર્વ પત્ની મેકન્ઝી બેઝોસને છુટાછેડા માટે પોતાની એક ચતુર્થાંશ સંપત્તિ આપી દીધી હતી. તેમની પાસે અમેઝોનનો 4 ટકા હિસ્સો છે. સાથે સંપત્તિ 56.9 અબજ ડેલર છે. તેઓ વિશ્વની બીજી સૌથી ધનિક મહિલા છે

  .ભયંકર મંદીમાં પણ બેઝોસની સંપત્તિ પવનવેગ વધી રહી છે.બ્લૂમબર્ગ ઇન્ડેક્સ મુજબ બેઝોસની કુલ સંપત્તિ રૂ.12900 અબજ.સપ્ટેમ્બર 2018માં 167.7 અબજ ડોલર હતી.આ વર્ષે 56.7 અબજ ડોલર (આશરે રૂ.4275 અબજ)નો વધારો થયો.

અમેઝોને કહ્યું કે પોતાના માટાભાગના ફ્રન્ટલાઇન કર્મચારીઓને 500 ડોલર (આશરે 37340 રૂપિયા) બોનસ આપવા માટે 50 કરોડ ડોલરનો ખર્ચ કરશે. જે કે કંપનીએ પોતાના સંસ્થાપકની સંપત્તિ અંગે કંઇ કહેવાનો ઇનકાર કરી દીધો. કોરોનામાં ઇ-કોમર્સ સેક્ટરમાં બહુ ગ્રોથ જોવા મળ્યો ઘણા લોકો ઇ-કોમર્સ તરફ વળતા અમેઝોનને તેનો લાભ થયો છે.

(7:15 pm IST)