Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

હવે ચીનને ઝટકો આપશે જાપાન : જિનપિંગની ટોક્યો યાત્રા રદ કરશે

ટોક્યો : ચાઇના અને જાપાન વચ્ચે તનાવ વધી રહ્યો છે.જે મુજબ 12 વર્ષ પછી જાપાન આવી રહેલા ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગની મુલાકાત રદ કરાશે તેવું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ આ મુલાકાત એપ્રિલ  માસમાં યોજાવાની હતી પરંતુ કોરોના વાઇરસના ફેલાવાને કારણે તે અટકાવી દેવાઈ હતી.હવે ફરીથી મુલાકાતની તૈયારી પ્રસંગે જાપાનમાં વિરોધનો સુર ઉઠ્યો છે.જે મુજબ ચીને હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન લાગુ કરતા ત્યાંના સ્થાનિક જાપાનીઝ નાગરિકો માટે સંકટ ઉભું થઇ શકે છે.તેથી સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં ખુદ જિનપિંગની યાત્રાનો વિરોધ થઇ રહ્યો હોવાથી તે રદ થાય તેવી શક્યતા છે.

(6:11 pm IST)