Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

સુશાંતસિંહ રાજપૂત આપઘાત કેસઃ મુંબઇમાં ફિલ્‍મી દુનિયાની કવરેજ કરનારા પત્રકારોની 9 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ

મુંબઇ: સુશાંત સિંહ રાજપુત સુસાઇડ કેસમાં હવે પોલીસની તપા આ દિશામાં આગળ વધી રહી છે, શું સુશાંતસિંહને આત્મહત્યા માટે ખાસ સ્ટ્રેટેજી હેઠળ મજબુર કરવામાં આવ્યા. કદાચ આ જ કારણ છે કે હાલ સુશાંત સિંહના દો્તો, ડાયરેક્ટર્સ, અભિનેત્રી, ફિલ્મી દુનિયાની પુછપરછ કર્યા બાદ  મુંબઇ પોલીસની નજર ફિલ્મી દુનિયા કવર કરનારા જર્નાલિસ્ટ પર છે. કેટલાક પત્રકારોની 9 કલાકથી પણ વધારે સમય સુધી પુછપરછ પણ કરવામાં આવી હતી. એક વેબસાઇટનાં જર્નાલિસ્ટને પુછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.

મુંબઇ પોલીસે તપાસનું વર્તુળ વિસ્તૃત કરતા બે વેબસાઇટનાં એન્ટરટેઇનમેન્ટ ઝર્નાલિસ્ટની પણ પુછપરછ ચાલુ કરી છે. એક જર્નાલિસ્ટને આ અંગેની પુછપરછ 9 કલાક સુધી ચાલી. પુછપરછ તેણે નવેમ્બર 2019માં લખેલા એક આર્ટિકલ અંગે કરવામાં આવી હતી. આ આર્ટિકલમાં સુશાંત સિંહનું પોતાની ગર્લફ્રેંડ રિયા ચક્રવર્તી સાથે બાંદ્રાના હિલ રોડ ખાતેના ઘરેથી નિકળવું અને સોસાયટીનાં સેક્રેટરી સાથે લડાઇ અંગે છાપવામાં આવ્યું હતું.

પોલીસ આ સમાચારનાં સોર્સ અંગે જાણવા માંગે છે. પોલીસ જાણવા માંગે છે કે, સુશાંતસિંહની ઇમેજને ખરાબ કરવા માટે કોઇ પ્રોડક્શન હાઉ કે કોઇ પ્રોડ્યુસર કે ડાયરેક્ટર, એક્ટર કે એક્ટ્રેસ જાણી બુઝીને તો આ PR મશીનરીનો ઉપયોગ કરીને આવા સમાચાર મીડિયામાં પ્રસારિત કર્યા હતા.

સાથે જ પોલીસ જાણવા માંગે છે કે, એજન્ડા ડ્રિવન સ્ટોરી નહોતી, પોતાની 9 કલાકની પુછપરછમાં પોલીસને ખબર પડી કે  સુશાંત સિંહ એક ખુબ જ સેન્સિટિવ માણસ હતો. જે ઘણી વખત એવી સ્ટોરી મુદ્દે પરેશાન રહેતો જે "Blind News Items" હતી.

શું હોય છે "Blind News Items"

"Blind News Items" આર્ટિકલમાં કોઇ અભિનેતા કે અભિનેત્રીનું નામ નથી છપાતું પરંતુ તેમાં કેટલાક ચોક્કસ ઇશારાનો ઉલ્લેખ કરવામાં આવે છે જેથી સમાચાર વાંચનારી વ્યક્તિએ આડકતરી રીતે કોના વિશે લખાયેલો છે તે અંગે માહિતી મળી જાય છે. આ પ્રકારનાં આર્ટિકલમાં જર્નાલિસ્ટનું નામ પણ નથી છપાતું.

(5:11 pm IST)