Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

દિલ્‍હીમાં બનેલા દેશના સૌથી મોટા કોવિડ-19 કેર સેન્‍ટરના અલગ-અલગ વોર્ડના નામ ગલવાન ઘાટીમાં શહિદ થયેલા જવાનોના નામ ઉપર રખાશે

નવી દિલ્હીઃ દિલ્હીમાં બનેલા દેશના સૌથી મોટા કોવિડ-19  (COVID-19) કેર સેન્ટરના અલગ-અલગ વોર્ડના નામ ગલવાન ઘાટી માં શહીદ થયેલા જવાનોના નામ પર રાખવામાં આવશે.

બચાવ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO)એ જાણકારી આપતા કહ્યું કે, આ નિર્ણય પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જને ચીની સૈનિકો સાથે થયેલા ઘર્ષણમાં શહીદ થયેલા જવાનોને સન્માન આપવા લેવામાં આવ્યો છે.

આ કોવિડ કેન્દ્ર દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તારમાં રાધા સ્વામી બ્યાસ પરિસરમાં બનાવવામાં આવ્યું છે, જેને સરદાર  પટેલ કોવિડ કેર સેન્ટર તથા હોસ્પિટલ નામ આપવામાં આવ્યું છે.

અહીં 10 હજારથી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને દેશનું સૌથી મોટુ કોવિડ કેર કેન્દ્ર ગણાવવામાં આવી રહ્યું છે. આશરે 300 એકર જમીન પર બનેલા આ કોવિડ કેર સેન્ટરની જગ્યા 20 ફુટબોલ ફીલ્ડ બરાબર જણાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે 15 જૂને સરહદ પર ભારત અને ચિંન વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, તો ચીનને પણ મોટુ નુકસાન થયું હતું.

ચીન સાથે તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે લદ્દાખનો પ્રવાસ કર્યો અને ચીનને આકરો સંદેશ આપતા કહ્યું કે, વિસ્તારવાદનો યુગ સમાપ્ત થઈ ગયો છે. આ સાથે પીએમ મોદી ઈજાગ્રસ્ત જવાનોનો જુસ્સો વધારવા તેમને મળવા હોસ્પિટલ પણ ગયા હતા.

(5:10 pm IST)