Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

મમતાના કારણે હવે બાંગ્લાદેશ સાથે પણ સંબંધો બગડશે ?

નવી દિલ્હી : ભારતની પાડોશીઓ સાથેની નીતિના મામલે પ.બંગાળ અવરોધ ઉભુ કરી રહ્યુ હોય તેવું જણાય છેઃ મમતા બેનર્જી સરકારે બાંગ્લાદેશ સરહદેથી આવતી તમામ ચીજ-વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરમાવી દેતા દ્વિપક્ષીય વ્યાપારને ગંભીર ફટકો પડ્યો હોવાનું જાણવા મળે છેઃ વળતા પ્રહાર સ્વરૂપે બાંગ્લાદેશ પણ ભારતીય ટ્રકોને પોતાને ત્યાં આવતા અટકાવી રહ્યુ છેઃ બંગાળના નિર્ણયના કારણે બાંગ્લાદેશ સાથેનો ભારતનો વ્યાપાર ઘટીને ૪૨૪ મિલીયન ડોલર થઇ ગયો છેઃ જે ગયા વર્ષે ૨ બિલીયન ડોલર હતોઃ છેલ્લા થોડા વખતની બાંગ્લાદેશના વેપારીઓ અને સરકાર આ પગલાથી ઘણા નારાજ છે અને બાંગ્લાદેશે ભારતીય ટ્રકોને ૧લી જુલાઇથી આવવાની મનાઇ ફરમાવી દેતા ૧૦૬ જેટલા ટ્રકો સરહદે થંભી ગયા છેઃ અત્રે એ નોંધનીય છે કે મમતા સરકારે પેટ્રાપોલ-બેનાપોલ બોર્ડરેથી માલ-સામાનની અવરજવર ઉપર પ્રતિબંધ મુકી દીધો છેઃ અત્રે એ પણ નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ગૃહ મંત્રાલયે મમતા બેનર્જી સરકારને ટ્રકોની અવરજવરને મંજૂરી આપવા જણાવ્યુ હતું અને કહ્યું હતું કે આ દેશો અમુક ચીજ-વસ્તુઓ માટે ભારત ઉપર નિર્ભર છે તેથી હેરફેર થવી જરૂરી છે અને આ ભારતના ગ્લોબલ કમીટમેન્ટનો એક ભાગ જ છેઃ કેન્દ્રએ કહ્યું છે કે બંગાળનું આ કૃત્ય ગૃહ મંત્રાલયના આદેશનો ભંગ કરે છેઃ આ પગલાને કારણે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને પણ માઠી અસર કરે તેવી સંભાવના છે

(3:56 pm IST)