Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

દસ જુલાઇથી ફ્રાન્સ,ઇટાલી અને જર્મની સહિતના 50 દેશના એર ટ્રાવેલર્સો પણ યુકેમાં પ્રવેશી શકશે

ત્રણ પ્રકારના લેબલ ધરાવતી 50 દેશોની યાદી બહાર પાડવામાં આવશે

લંડન : ઇન્ગ્લેન્ડમાં હવે ફ્રાન્સ, ઇટાલી, સ્પેન અને જર્મની સહિત 50 દેશોના નાગરિકોને ક્વોરન્ટાઇન વિના જ દસ જુલાઇથી પ્રવેશી શકશે.

  પરિવહન પ્રધાને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ આ બાબતે ત્રણ પ્રકારના લેબલ ધરાવતી 50 દેશોની યાદી બહાર પાડવામાં આવશે. જેમાં સૌથી વધારે જોખમ ધરાવતાં દેશ લાલ લેબલ ધરાવતા હશે તે પછી પીળાં રંગનું અને છેલ્લે લીલા રંગના લેબલ ધરાવતાં દેશો હશે. અમેરિકા લાલ લેબલ ધરાવતાં દેશોની યાદીમાં છે તો જર્મની, ઇટાલી, ફ્રાન્સ અને સ્પેન લીલા લેબલની યાદીમાં છે.

(12:18 pm IST)