Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

કોરોના મહામારીથી ઈકોનોમી બેહાલ :કેનેડાની જીડીપીમાં એપ્રિલમાં 12 ટકાનો ધરખમ ઘટાડો

કેનેડિયન ઇકોનોમીના તમામ 20 ઔદ્યોગિક સેક્ટરમાં મંદીમાં સપડાયા : 1961માં શરૂ થયેલાં માસિક સરવૈયામાં આ સૌથી મોટો ઘટાડો

નવી દિલ્હી : કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ઝપટે લીધું છે અર્થ વ્યવસ્થાને માઠીઅસર પહોંચી છે ત્યારે કેનેડામાં એપ્રિલ મહિનામાં તેની ઇકોનોમી ઐતિહાસિક સ્તરે સંકોચાઇ હતી. મહામારીને કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે લગભગ 12 ટકાનો જીડીપીમાં ઘટાડો થયો હોવાનું સ્ટેટકેન દ્વારા જણાવવામાં આવ્યું હતું. કેનેડિયન ઇકોનોમીના તમામ 20 ઔદ્યોગિક સેક્ટરમાં મંદીમાં સપડાતાં 1961માં શરૂ થયેલાં માસિક સરવૈયામાં આ સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

 

(12:15 pm IST)