Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

આખુ કાશ્મીર રેડ ઝોનમાં ? અમરનાથ યાત્રા થશે

મામલો હાઇકોર્ટમાં પહોંચ્યોઃ અદાલતે સરકારને પુછયુ કે યાત્રાળુઓને કોરોનાથી બચાવવા શું કરશો ? આમ છતા ૧૦ કે ૧૫ દિ'ની સીમ્બોલીક યાત્રાની તૈયારી

સૌથી મોટો પ્રશ્ન એ છે કે બીજા રાજયોમાંથી યાત્રાળુઓ આવશે કેવી રીતે? કાશ્મીરમાં ૩૧ જુલાઇ સુધી બીજા રાજયોના વાહનોના આવવા ઉપર પ્રતિબંધ છે. રેલ્વે કે વિમાન માર્ગે આવનારને ૭ થી ૧૪ દિવસ કવોરંટાઇન રખાય છે, એ જુદી વાત છે કે અમરનાથ યાત્રાના ઇતિહાસમાં ૩ ઓગષ્ટ શ્રાવણી પુનમના દિવસ સુધી અમરનાથ ગુફામાંથી સવાર-સાંજ થનાર આરતીનું સીધુ પ્રસારણ થઇ રહયું છે તે માટે દુરદર્શનની ટીમ ગુફા સુધી પહોંચી છે.

આમ છતા એવી બીનસત્તાવાર ચર્ચા છે કે ૨૧ જુલાઇથી ૧૪ દિવસ માટે સીમીત સંખ્યામાં અમરનાથ યાત્રા કરાવાઇ શકે છે. સત્તાવાર કોઇ જાહેરાત નથી.

હાલ તૂત ૨૩ જુલાઇથી ૩ ઓગષ્ટ સુધી બાલતાલના રસ્તે યાત્રા કરાવવાની યોજના છે. હેલીકોપ્ટર દ્વારા શ્રધ્ધાળુઓને પવિત્ર ગુફા સુધી પહોંચાડાશે. યાત્રા બોર્ડ તરફથી બાલતાલના પત્ર રસ્તાને પણ દુરસ્ત કરાવાઇ રહયો છે. 

 કાશ્મીરનું બાંદીપોરા સિવાયનો સમગ્ર કાશ્મીર ખીણનો વિસ્તાર રેડ ઝોનમાં મુકાયો છે. ત્યારે અમરનાથ યાત્રા કઇ રીતે શકય બનશે? હાઇકોર્ટમાં જનહીતની અરજી દાખલ થઇ છે. હાઇકોર્ટે પણ જમ્મુ-કાશ્મીર સરકાર પાસે યાત્રાના ઇન્તઝામ અંગે વિગતો માગી છે. યાત્રા થાય તો શ્રધ્ધાળુઓને કોરોનાથી કઇ રીતે બચાવશો ? અનલોક-૨માં માત્ર બાંદીપોરાને રેડમાંથી ઓરેન્જ ઝોનમાં મુકેલ છે.

(12:13 pm IST)