Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ખાદ્ય તેલોના છુટક વેચાણને બંધ કરાવવા આદેશ

કેન્દ્રીય મંત્રાલય દ્વારા દેશના તમામ રાજયોને પત્ર પાઠવાયાઃ કડકમાં કડક અમલ કરાવવા સુચન

નવી દિલ્હીઃ ખાદ્ય અને સાર્વજનીક વિતરણ મંત્રી રામ વિલાસ પાસવાન દ્વારા ખાદ્ય તેલોમાં થઇ રહેલ ભેળસેળના પગલે તેલના છુટક વેચાણો બંધ કરાવવા રાજય સરકારોને આદેશ આપવામાં આવ્યો છે.

કેન્દ્રીયમંત્રી શ્રી પાસવાન દ્વારા ટવીટ કરી ખાદ્ય તેલોના છુટક વેચાણ બંધ કરાવવા અપિલ કરી છે. તેઓએ જણાવેલ કે ખાદ્ય તેલોના છુટક વેચાણ ફરીયાદો મળી રહી હોય જેમાં ભેળસેળનો ખતરો છે. આ પહેલા મંત્રાલય દ્વારા દેશના તમામ રાજયોને પત્ર પાઠવી છુટક તેલના વેચાણ પર પ્રતિબંધ લાદવા નિર્દેશો આપ્યા હતા. કડકમાં કડક પગલા લેવા રાજય સરકારોને અનુરોધ કરાયો છે.

આ મામલે સચિવ નિધિ ખરે દ્વારા વિવિધ રાજયોને ખાદ્ય સચિવો, અને પ્રધાનોને પત્ર લખી ખાદ્ય તેલોના છુટક વેચાણની ફરીયાદો મળતા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ખાદ્ય તેલના ઉત્પાદકોને પણ આ બાબતની જાણકારી આપવામાં આવી છે અને સરકારના આદેશનું પાલન કરવા જણાવાયું છે.

(11:44 am IST)