Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ભારત વીજળીના સાધનોની ચીન પાસેથી આયાત નહિ કરે

ભારતે રૂ.૨૧,૦૦૦ કરોડની વીજળીની વસ્તુઓની ચીન પાસેથી અને કુલ રૂ. ૭૧૦૦૦ કરોડની વીજળીની વસ્તુઓની આયાત અન્ય દેશો પાસેથી કરી છે

નવી દિલ્હી, તા.૪: વીજળી પ્રધાન આર. કે. સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે સરહદ પર ચાલી રહેલા તણાવને ધ્યાનમાં લેતા ભારત વીજળીના સાધનોની ચીન પાસેથી આયાત નહિ કરે.રાજયોના વીજળી પ્રધાનો સાથે વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં એમણે જણાવ્યું હતું કે ચીન અને પાકિસ્તાન પાસેથી વીજળીના સાધનોની આયાત નહિ કરવામાં આવે. આપણે અહિ બધી જ વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ. ભારતે રૂ.૨૧,૦૦૦ કરોડની વીજળીની વસ્તુઓની ચીન પાસેથી અને કુલ રૂ. ૭૧૦૦૦ કરોડની વીજળીની વસ્તુઓની આયાત અન્ય દેશો પાસેથી કરી છે. આપણે ચીન અને પાકિસ્તાન પાસેથી કોઇપણ વસ્તુ નહિ ખરીદીએ અને રાજયોએ પણ ન ખરીદવી જોઇએ. અમે આ બંને દેશમાંથી આયાતની પરવાનગી નહિ આપીએ. એ સાધનોમાં કોઇ વાઇરસ કે મેલવેર હોઇ શકે.

(11:23 am IST)