Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ટિકટોક ઉપર પ્રતિબંધઃ ચીનને ૪૫૦૦૦ કરોડનો ફટકો

ચીનની બહાર ભારત ટિકટોકનું સૌથી મોટુ માર્કેટ હતુ

નવી દિલ્હી, તા. ૪ :. ભારતમાં શોર્ટ વિડીયો મેકીંગ એપ ટિકટોક ઉપર પ્રતિબંધ આવ્યા બાદ તેની પેરન્ટ કંપની બાઈટડાન્સને કરોડો રૂપિયાનું નુકશાન થયુ છે. ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યુ છે કે ટિકટોક ઉપર પ્રતિબંધ બાદ બાઈટડાન્સને ૪૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકશાન થયુ છે. રીપોર્ટમાં જણાવાયુ છે કે હેલો અને ટિકટોક જેવી એપ્સ ઉપર પ્રતિબંધ મુકાવાથી બાઈકડાન્સના બિઝનેશ પર મોટી અસર પડી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીનથી બહાર ભારત ટિકટોકનું સૌથી મોટુ માર્કેટ હતુ. ભારત સરકાર તરફથી ૫૯ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ ફરમાવાયો છે. જેમા ટિકટોક પણ છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે ભારત સરકારના ફેંસલા બાદ ચાઈનીઝ નિવેશકો અને બીઝનેશમેનને આંચકો લાગ્યો છે. ભારતમાં ટિકટોક હિટ હતી.

ભારતમાં લોન્ચીંગ બાદ ગુગલ પ્લે સ્ટોરથી ટિકટોકને ૬૬ કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવ્યુ હતું.

(11:18 am IST)