Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

૨૪ કલાકમાં કોરોનાએ કાળોકેર મચાવ્યોઃ ૨૨૭૭૧ કેસઃ ૪૪૨ના મોતઃ કુલ મોતનો આંકડો ૧૮૬૫૫ થયો

દેશમાં કુલ કેસની સંખ્યા વધીને થઈ ૬૪૮૩૧૫

નવી દિલ્હી, તા. ૪ :. ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૭૭૧ નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૪૪૨ લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ સાથે જ ભારતમાં હવે કોરોના વાયરસના કુલ ૬૪૮૩૧૫ કેસ થઈ ગયા છે. આમાથી ૩૯૪૨૨૭ લોકો સાજા થયા છે અથવા તો હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે તો કોવિડ-૧૯થી અત્યાર સુધીમાં ૧૮૬૫૫ લોકોના મોત થયા છે. કુલ સક્રિય કેસ ૨૩૫૪૩૩ છે.

આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે પરીક્ષણ કરવામાં આવેલા કુલ સેમ્પલની સંખ્યા ૯૫૪૦૧૩૨ છે. જેમાંથી ગઈકાલે ૨૪૨૩૮૩ સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવ્યુ હતું.

(11:18 am IST)