Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

હવે ભારત સાથે સિક્રેટ ડીલ માટે જાપાન તૈયાર

ચીનના પેટમાં તેલ રેડાયુ : ચીન વિરૂધ્ધ મોદી સરકારને વધુ એક સફળતા

નવી દિલ્હી તા. ૪ : મોદી સરકારને વધુ એક સફળતા મળી છે. જાપાન હવે ચીનની વિરુદ્ઘ ભારતીય સેનાની સાથે સિક્રેટ ડીલ માટે તૈયાર થઈ ગયું છે. તેણે ડિફેન્સ ઈન્ટેલિજન્સ કરાર માટે પોતાની કાયદા વ્યવસ્થા માટે બદલાવ કર્યો છે. આ ચેન્જિસ સાથે જ જાપાન અમેરિકા ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનની સાથે ડિફેન્સ ઈન્ટેલિજન્સ કરાર કરશે. જાપાનના સિક્રેટ કાયદાના દાયરામાં આ વિસ્તાર ગત એક મહિનાથી આવ્યો છે. આ પહેલા જાપાન માત્ર પોતાના નજીકના સહયોગી અમેરિકાની સાથે જ ડિફેન્સ ઈન્ટેલિજન્સ કરાર કરતું હતું. પરંતુ હવે આ લિસ્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનને સામેલ કરવામાં આવ્યું છે.ઙ્ગ

વિવાદોની વચ્ચે ૨૦૧૪માં લાગુ કરાયેલા કાયદા મુજબ, જાપાનની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો પહોંચાડનારી માહિતી લિક કરવાના દંડની સાથે જ ૧૦ વર્ષી સજાની પણ જોગવાઈ છે. આ કાયદા અંતર્ગત રક્ષા, કૂટનીતિ અને કાઉન્ટર ટેરરીઝમ આવે છે.ઙ્ગ

વિદેશી સેના પાસેથી મળેલી માહિતી અનુસાર, સ્ટેટ સિક્રેટના રૂપમાં વર્ગીકૃત કરવાથી સંયુકત અભ્યાસ અને ઉપકરણોના વિકાસ માટે કરારમાં મદદ મળશે. સાથે જ ચીની સેનાઓની મુવમેન્ટ વિશે પણ ડેટા મેળવવામાં સરળતા મળશે. જાપાનનું આ પગલુ તમામ માટે ફાયદાકારક બની રહેશે. કેમ કે, બીજિંગ પૂર્વ ચીન સાગરમાં જાપાનને સતત પરેશાન કરી રહ્યું છે અને તેના માટે ચીનની ગતિવિધિઓ પર પોતાના દમ પર નજર રાખવું મુશ્કેલ બની રહ્યું છે.ઙ્ગ

પૂર્વીય ચીન સાગરમાં ચીની ગતિવિધિઓમાં હાલના સમયમાં તેજી આવી છે. જાપાનના શાસનવાળી સેંકાકુ ટાપુની આસપાસ ચીનના કોસ્ટગાર્ડ શિપ ચક્કર લગાવી રહ્યાં છે. ચીન આ ટાપુને દિયાઉ બતાવીને તેના પર પોતાનો દાવો કરી રહ્યું છે. ગુરૂવારે સતત ૮૦માં દિવસે ચીની જહાજ અહીં પહોંચ્યા હતા. સિક્રેટ કાયદામાં બદલાવ અંતર્ગત જાપાને ભારત, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યાં છે. જે બંને પક્ષોને વર્ગીકૃત રક્ષા માહિતી ગુપ્ત રાખવા માટે બાંધે છે. તમામ દેશ ડેટા લીક થવાના ખતરા પર કામ કરતા એકબીજા સાથે ડિફેન્સ માહિતી શેર કરશે.

(11:16 am IST)